- આજના યુગમાં અસુરક્ષિત જાતીય વ્યવહારોની હિસ્ટ્રી કે લક્ષણો દેખાય તો ટેસ્ટીંગ કરાવવું હિતાવહ છે: ચેપી રોગોને કંટ્રોલ કરવા માટે ટેસ્ટીંગ તેનું પ્રવેશ દ્વાર છે
- 1981માં વિશ્વમાં પ્રથમવાર જોવા મળેલ આ વાયરસની આજે 41 વર્ષે પણ મેડીકલ સાયન્સ રસી શોધી શક્યું નથી: આજે દુનિયાભરમાં દર પાંચમાંથી 1 વ્યક્તિ તેમના એચ.આઇ.વી.ના ચેપથી અજાણ છે: સ્વસંભાળ કોવિડ-19 રોગચાળા દરમ્યાન એક મહત્વપૂર્ણ વિષય રહ્યો હતો
આજે સમગ્ર વિશ્વમાં એઇડ્સના વાયરસ ‘એચ.આઇ.વી.’ના પરીક્ષણની જાગૃતિ માટે ‘એચ.આઇ.વ.’ ટેસ્ટીંગ ઉજવાય રહ્યો છે. એઇડ્સ 1981માં પ્રથમવાર દુનિયામાં જોવા મળેલો, આપણા દેશમાં તેનો પ્રથમ કેસ 1986માં જોવા મળ્યો હતો. આજે 41 વર્ષે પણ મેડીકલ સાયન્સ એઇડ્સના વાયરસ ઇંઈંટની રસી શોધી શકી નથી. વિશ્વ ભરના વૈજ્ઞાનિકો 1997થી એઇડ્સના વાયરસને નાથવા શોધ-સંશોધનો કરી રહ્યા છે પણ હજી કોઇને સફળતા મળી હતી. વાયરસ સામેની એન્ટિ રિટ્રો વાયરસ ડ્રગ (ARV) અત્યારે ટ્રીટમેન્ટમાં એકમાત્ર હથિયાર છે. જો કે આ દવાથી વાયરસ વાહકોને ઘણી રાહત છે, ગુણવત્તાસભર જીવન જીવવા તથા લાંબુ જીવવા જીવનભર આ દવા લેવી પડે છે. આ જીવન રક્ષક દવા પણ હજી 80 ટકા લોકો સુધી પહોંચાડી શક્યા છીએ ત્યારે ઘણા વાહકો આ દવાથી વંચિત રહ્યા છે. વિશ્ર્વભરમાં એઇડ્સની રસી શોધવાની કલ્પના સાથે યુધ્ધના ધોરણે 1997થી કાર્ય શરૂ કરાયું. કેટલાય દાવાઓ પણ કરાયા પણ નક્કર પૂરાવા મળ્યા નથી. દર વર્ષે 18મે ના રોજ એઇડ્સ રસી જાગૃત્તિ દિવસ તરીકે ઉજવાય છે.
કોવિડ-19ની મહામારીના બે વર્ષમાં તેની રસી વૈજ્ઞાનિકો શોધી લાવ્યા ત્યારે એઇડ્સના વાયરસ ઇંઈંટની રસી ન શોધાયાના કારણમાં માંડ સફળતા નજીક મેડીકલ સાયન્સ પહોંચે ત્યાં વાયરસમાં મ્યુટેશન (ભિનતા) આવી જતાં ફરી એકડે એકથી કાર્ય આરંભ કરવો પડે છે. દર વર્ષે આજે પણ લાખો લોકો એઇડ્સને કારણે મૃત્યું પામે છે. આજના યુગમાં એઇડ્સને કંટ્રોલ કરવા સમગ્ર વિશ્ર્વને સહિયારા પ્રયાસોથી તેની રસી શોધવાની દિશામાં નક્કર પગલા ભરવાની જરૂર છે. સુરક્ષિત અને અસરકારક એઇડ્સ વિરોધી રસી અંગે સાથે મળીને કામ કરવું પડશે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ 2030 સુધીમાં એઇડ્સને નાબૂદ કરવાનું લક્ષ્યાંક વિશ્વને આપ્યું છે.
આજે HIV ટેસ્ટીંગ દિવસે તેના પરિક્ષણને સરળ, સુલભ, સસ્તું અને નિયમિત બનાવવાની જરૂર છે. લોહીના તપાસ દ્વારા જ તેનું પરિક્ષણ થાય છે. તેની ટેસ્ટીંગ કિટમાં નવા શોધ સંશોધનને કારણે આજે એચ.આઇ.વી.નો વિન્ડો પિરિયડ સાવ ઓછો થઇ ગયો છે પહેલા તો વીન્ડો પિરિયડની સમસ્યાને કારણે ઘણા લોકોને બ્લડ બેંકમાંથી દૂષિત લોહી ચડી ગયાના દાખલા પણ બન્યા હતા પણ આજે આ સમસ્યા ઝીરો થઇ ગઇ છે. ટેસ્ટીમાં એલાઇઝ, ક્ધફર્મ ટેસ્ટ માટે વેસ્ટન બ્લોટ ટેસ્ટથી ઇંઈંટ પરિક્ષણ કરાય છે. ટ્રાય ડોટ મેથડથી પણ ટેસ્ટીંગ કરાય છે. આજે 2022માં તેના પરિક્ષણ માટે લેઇટેસ્ટ કિટ આવી જતાં ચેપ લાગવાના પ્રમાણોમાં ઘટાડો થઇ ગયો છે. દૂષિત લોહી, એકથી વધુ વપરાયેલા સીરીંજ નિડલથી ભય સૌથી વધુ રહેતો હોવાથી ટેસ્ટીંગ કીટ માત્ર 24 કલાકમાં ચેપ કડી શકે તેવી સુવિધા છે.
‘એચ.આઇ.વી. ટેસ્ટીંગ ડે’ તેના પરિક્ષણ પર ભાર આપવા અને પ્રોત્સાહન કરવાનો દિવસ છે. ગમે તે રોગમાં તેના ટેસ્ટીંગની અગત્યતા સૌથી વધુ હોય છે, ચેપી રોગોમાં સૌથી વધારે તેનું મહત્વ હોવાથી દરેક પૃથ્વીવાસીએ હિસ્ટ્રી કે ચિન્હો જોવા મળે તો તરત જ ટેસ્ટીંગ કરાવી લેવું હિતાહવ છે, જો દરેક વ્યક્તિ આ બાબતે કાળજી લેશે તો પોતે તો બચશે પણ તેનો બીજાને ચેપ આપતા પણ અટકાવશે. આજે પણ વિશ્ર્વમાં દર પાંચમાંથી એક વ્યક્તિ તેના ચેપથી અજાણ હોય છે એટલે કે લોકો ટેસ્ટ કરાવતા જ નથી.
આ વર્ષની થીમ ‘એચ.આઇ.વી. પરિક્ષણ સ્વ.સંભાળ છે’ આ રોગને નિયંત્રણ કરવા માટે નિયમિત તબિબી જરૂરી છે. આ દિવસની જનજાગૃત્તિમાં આપણેએ જાણિયે છીએ કે ઇંઈંટ પરીક્ષણ સ્વસંભાળનું કાર્ય છે. એઇડ્સની આસપાસના કલંકને નાથવા પણ દરેકે પોતાનું સ્ટેટ્સ જાણવું જરૂરી છે. પૃથ્વી પરના તમામ સમુદાયે એચ.આઇ.વી. ટેસ્ટીંગ, શિક્ષણ અને તેની નિવારણ વિશે જાણીને બીજાને પણ જાગૃત કરવાની જરૂર છે. એઇડ્સની કોઇ રસી ઉપલબ્ધ ન હોવાથી જનજાગૃત્તિ એક જ રામબાણ ઇલાજ છે.
એચ.આઇ.વી. પરિક્ષણએ સ્વ.સંભાળ સાથે બચાવનું કાર્ય ગણી શકાય કારણ કે એ સ્થિતિનું જ્ઞાન અને નિવારણ, સારવારની સેવામાં સામેલ થવાનું પ્રવેશ દ્વાર છે. લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિને સક્ષમ બનાવે છે. ટેસ્ટીંગ કરાવીને તમારી અને અન્યની પણ કાળજી લો. ઇંઈંટ ના પરિક્ષણ માટે દરેકે સહયોગ આપવો જરૂરી છે. પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ (ઙઊઙ) અને પ્રી એક્સપોઝર પ્રોફિલેક્સિસ (ઙછઊઙ) જેવી માહિતી ઉ5લબ્ધ કરાવી આરોગ્ય સંભાળ સાથે સામુદાયિક જગ્યાઓએ ટેસ્ટીંગ કેન્દ્ર શરૂ કરવા જોઇએ.
ટેસ્ટીંગએ રોગચાળાને સમાપ્ત કરવા માટે ચાવીરૂપ છે. ટેસ્ટ કર્યા બાદ પોઝીટીવ આવતા તમારી સંભાળ લેવાય છે. લોકોને પરિક્ષણ કરાવવા અને ઇંઈંટ ની સ્થિતિ જાણવા માટે પ્રોત્સાહિત કરો. આજે પહેલા કરતાં મફ્ત, સરળ, વધુ ઝડપી અને ગોપનીય પરીક્ષણોનાં વિકલ્પો ઉપલબ્ધ છે. પરીક્ષણ, સ્વપરીક્ષણ સહિતના પગલાઓ તેના નિવારણ-સારવારનું પ્રથમ સ્ટેપ છે. 1995થી આ દિવસની ઉજવણી થઇ રહી છે.
રાષ્ટ્રીય એચ.આઇ.વી. પરીક્ષણનો ઇતિહાસ જોઇએ તો 19મી સદીમાં ફ્રેન્ચ અને અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા ઇંઈંટ વાયરસની ઓળખ કરવામાં આવી હતી. ડો.રોબર્ટ ગેલોએ એઇડ્સના કારક તરીકે ઇંઈંટ ની સહ શોધ કરી હતી. પ્રારંભે પ્રોપર કીટ ન હોવાને કારણે વિન્ડો પિરિયડની સમસ્યાને કારણે દૂષિત રક્તનો ભય ખૂબ જ વધી રહ્યો હતો, જો કે આજના યુગમાં હવે આ સમસ્યા જ નથી. આ પરિક્ષણ વ્યક્તિની ઇચ્છા કે સંમતિ બાદ જ કરવામાં આવે છે અને તેનું પરિણામ ગુપ્ત રાખવામાં આવે છે. એક અપવાદરૂપ કિસ્સામાં વિશ્ર્વમાં ટીમોથી રે બ્રાઉન નામનો વ્યક્તિ ઇંઈંટ માંથી સાજા થનાર પ્રથમ વ્યક્તિ હતો.
1984માં HIV ની ઓળખ થઇ, 1985માં એલાઇઝા કિટ વિકસાવી, 1985માં ટાઇમના અહેવાલ મુજબ 142 લોકોને રક્ત ચઢાવવાથી આ બિમારી થઇ તેવો અહેવાલ આવ્યો હતો. 1987માં અઝણ નામની પ્રાયોગીક દવાની મંજૂરી મળી. 1995માં તેના ટેસ્ટીંગમાં વધારો કરવા દિવસ ઉજવવાનું નક્કી કરાયું. આજે દુનિયામાં 20 ટકાથી વધુ લોકો જાણતા નથી કે તેઓને આ વાયરસ છે. આજે પણ લોકો ટેસ્ટ કરાવતા નથી માટે તેને પ્રોત્સાહન આપવા આ દિવસ ઉજવાય છે. જાતિય રીતે સક્રિય હોય અથવા અસુરક્ષિત જાતીય વ્યવહારોની હિસ્ટ્રી હોય તો ટેસ્ટીંગ કરાવી લેવું હિતાવહ છે. આજે તો દરેક સરકારી હોસ્પિટલમાં સ્વૈચ્છિક પરીક્ષણ કેન્દ્રો (ટઈઝઈ) ઉપલબ્ધ છે. જ્યાં મફ્ત ટેસ્ટ કરી અપાય છે, પ્રાઇવેટમાં પણ આ ટેસ્ટીંગ થાય છે. સ્વ પરિક્ષણ કિટ લેબોરેટરીમાં કરાયેલી ટેસ્ટ જેટલી સચોટ હોતી નથી.
આજે તો પ્રેગન્સી દરમ્યાન, સર્જરી વખતે કે ટ્રીટમેન્ટમાં શંકાસ્પદ જણાય કે ચિન્હો દેખાય તો ઇંઈંટ પરીક્ષણ કરાવાય છે. વી.ડી.આર.એલ. જો પોઝીટીવ આવે તો પણ ઇંઈંટનું પરિક્ષણ તબિબો કરાવતા હોય છે. આજે કીટ ઙ24 એન્ટિજન સાથે ઇંઈંટ-1 અને 2 માટે એન્ટિબોડીઝ ટેસ્ટીગ કરે છે. હાલ ફોર્થ જનરેશન કિટ ઉપલબ્ધ છે, જેનો વિન્ડો પિરિયડ 28 દિવસનો છે. જો કે ઘણી કિટોમાં હવે 72 કલાકમાં જ ચેપ પકડી લેવાની ક્ષમતા છે. જો તમે સંભવિત એક્સપોઝર હોય તો પરિક્ષણ કરાવવું અર્થપૂર્ણ છે, કારણ કે જો ઇંઈંટ નું સંક્રમણ હોય તો ખબર પડે. ઘણીવાર કોઇ લક્ષણો પણ દેખાતા હોતા નથી.
તાજેતરમાં યુક્રેનમાં યુધ્ધ વખતે મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ સહિત આવશ્યક સેવાઓ ખોરવાઇ ગઇ ત્યારે 26 હજારથી વધુ ઇંઈંટ વાયરસ સાથે જીવતાં લોકોને જીવન રક્ષક દવાની તેના વિવિધ ટેસ્ટીંગની મુશ્કેલી ઉભી થઇ હતી. 2020માં જ વિશ્ર્વમાં 1.5 મિલિયન લોકો ઇંઈંટના ચેપવાળા નવા સંક્રમિત થયા હતા. 37.7 મિલિયન લોકો હાલ વિશ્ર્વમાં આ વાયરસના ચેપ સાથે જીવે છે. 680 હજાર લોકો આજ વર્ષે એઇડ્સ સંબંધિત બિમારીથી મૃત્યું પામ્યા હતા.
આજે દુનિયામાં 37.7 મિલિયન લોકો HIV વાયરસ સાથે જીવે છે !!
એઇડ્સ હમેંશા તેના આંકડાઓ માટે ચર્ચામાં રહ્યો છે, વિશ્ર્વમાં સૌથી વધુ પ્રચારને પ્રસાર પામેલી આ સમસ્યાની હજી આજની તારીખે રસી શોધાય નથી. વિશ્ર્વમાં 37.7 મિલિયન લોકો ઇંઈંટ વાયરસ સાથે જીવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં દોઢ મિલિયન લોકો નવા સંક્રમિત થયા છે. અંદાજે 680 હજાર જેટલા લોકો એઇડ્સ સંબંધિત બિમારીઓને કારણે મૃત્યું પામ્યા છે.
1985માં ‘એલાઇઝા’ ટેસ્ટીંગ કીટ વિકસાવી હતી
1984માં ઇંઈંટ વાયરસની ઓળખ બાદ તેના પરિક્ષણ માટેની ‘એલાઇઝા’ કીટ 1985માં વિકસાવી હતી. એ ગાળામાં ટેસ્ટીંગ મુશ્કેલી અને વિન્ડો પીરીયડની સમસ્યાથી ઘણા લોકોને દૂષિત રક્ત ચડી જવાથી આ બિમારીનો ચેપ લાગ્યો હતો. 1987માં અઝણ નામની પ્રાયોગીક દવાને એઇડ્સને નાથવા મંજૂરી આપી હતી. 1995માં તેના ટેસ્ટીંગના વ્યાપ વધારવા ટેસ્ટીંગ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ હતું. આજે પણ દુનિયાના 20 ટકા જેટલા લોકો જાણતા નથી કે તેઓ ને આ વાયરસનો ચેપ છે. ઇંઈંટ ટેસ્ટીંગનો ઇતિહાસ જોઇએ તો 19મી સદીમાં ફ્રેન્ચ અને અમેરિકન વૈજ્ઞાનિકોએ આ વાયરસની ઓળખ કરી હતી. ડો.રોબર્ટ ગેલોએ એઇડ્સના કારણ તરીકે ઇંઈંટ ની સહ-શોધ કરી હતી. જો તમે સંભવિત એક્સપોઝર હોય તો પરિક્ષણ કરાવવું અર્થપૂર્ણ છે. આજે અદ્યતન ટેસ્ટીંગ કીટ આવવાથી 72 કલાક પહેલાના ચેપની સ્થિતિ પકડી શકે છે. સ્વપરિક્ષણ કીટ લેબોરેટરીમાં કરાયેલી ટેસ્ટ જેટલી સચોટ હોતી નથી.