તજજ્ઞો દ્વારા રોજગારી તથા કારકિર્દી વિષયક મદદ અને માર્ગદર્શન અપાશે : વિવિધ તાલીમ કોર્ષમાં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરાશે

મોરબીમાં પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર દ્વારા શહેરના બેરોજગાર યુવક યુવતીઓ માટે શનાળા રોડ ખાતે આવેલ સિદ્ધિવિનાયક વાડી ખાતે આજરોજ કૌશલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં કેન્દ્ર સરકારનાં સ્કિલ ઈન્ડિય કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર સપ્ટેમ્બર ૨૦૧૭થી કાર્યરત છે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષનાં તમામ યુવક-યુવાતીઓ માટે વિનામૂલ્યે ૫ કોર્ષ ચલાવવામાં આવે છે. અને ત્યાર બાદ પ્રમાણપત્ર તથા નોકરી પણ ત્યાથી જ આપવામાં આવે છે .

આજરોજ સવારે ૯ કલાકે સિદ્ધિવિનાયકની વાડી , સરદાર બાગની સામે, સત્યમ પાન વાળી શેરી, હરભોલે ડેરી ફાર્મ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે કેન્દ્ર દ્વારા શહેર ના બેરોજગાર અને નોકરી કરવા ઇરછુક યુવક યુવતીઓ માટે કૌશલ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ મેળા માં જુદા જુદા તાલીમ કોર્ષ ર્નો લાભ લેવા માગતા ઉમેદવારો માટે પ્રવેશ ની કાર્યવાહી પણ ત્યાથી જ ની:શુલ્ક કરવામાં આવશે.

કૌશલ મેળામાં મુખ્ય અતિથિ તરીકે કલેક્ટર આર. જે.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ
ખટાણા, ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લખનભાઈ જારીયા અને પાલિકા પ્રમુખ ગીતાબેન કણઝારીયા સહિતના ઉપસ્થિત રહેશે.

કૌશલ મેળામાં રોજગારી તથા કારકિર્દી વિષયક મદદ અને માર્ગદર્શન પણ તજજ્ઞો દ્વારા આપવામાં આવશે .આ કૌશલ મેળાનો લાભ લેવા કેન્દ્ર ના મેનેજર ભાવિનભાઈ દ્વારા અનુરોધ કરાવવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.