- ક્રાઇસ્ટ કોલેજ દ્વારા 1પમાં રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ સિમ્પોઝિયમનું સમાપન
રાજકોટની નામાંકિત મલ્ટી ફેકલ્ટી ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રના તાજેતરમાં પ્રવાહો ઉપરનો 1પમો રાષ્ટ્રીય કક્ષાનો સાયન્સ સિમ્પોઝિયમ યોજવામાં આવ્યો હતો. જેમાં દેશભરમાં વિવિધ કોલેજો તથા યુનિવર્સિટીઓ ના યુ.જી., પી.જી. રિસર્ચ સ્કોલર્સ તથા પી.એચ.ડી. ના કુલ 700 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અને તેઓએ પોતાના સંશોધનો પોસ્ટર અને ઓરલ પ્રેજન્ટેશનના માઘ્યમથી રજુ કર્યા હતા.
સિમ્પોઝિયમ ચેર અને આચાર્ય ડો. ઇવોન ફર્નાડિસે આ સમારંભમાં પ્રાસંગિક ઉદબોધન દ્વારા આમંત્રિત મહેમાનો તથા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
સાન્યસ સિમ્પોઝિયમ ના પેટ્રોન અને ક્રાઇસ્ટ કેમ્પસના ડાઇરેટકર ફા. (ડો.) જોમોન થોમ્માનાએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન શાખામાં વિશેષ અભ્યાસ કરવા બાબતે તેમજ ભણવું એ ફકત પરીક્ષા પુરતું સીમીતના રાખતા જીવનમાં કૌશલ્ય વિકાસ પણ એટલો જ જરુરી છે. તે વિશે જણાવ્યું હતું આ રીતે તેમણે તેમના વકત્યવથી પ્રોત્સાહીત કર્યા હતા.
ઉદધાટન સમારંભના મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિ. ના વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો. ગીરીશભાઇ ભીમાણી હાજર રહ્યા હતા. તેઓએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં પર્યાવરણની જાળવણી તથા મિલેટ તથા ઓર્ગેનિક ફુડના ફાયદા વિશે વિસ્તારથી જણાવ્યું હતું.
સિમ્પોસિયમના મુખ્ય વકતા તરીકે ડો. પ્રો. એલ.એસ. શશિઘર (ભટનાગર એવોર્ડ) ડીરેકટર એન.સી.બી.એસ. બેગલુરુ ઉ5સ્થિત રહ્યા હતા. તેમના સંબોધનમાં તેઓનો મુખ્ય મુદ્દો વિજ્ઞાન અને ટેકનોલોજી હતો. તેઓએ મિલ્ક રિવોલ્યુસન તથા અર્વાચીન તથા પ્રાચીન ભારતની ટેકનોલોજી વિશેની માહીતી આપી હતી.
સિમ્પોસિયમના મુખ્ય વકતા તરીકે ડો.માધવી જોષી વૈજ્ઞાનીક ડી અને જોઇન્ટ ડાયરેકટ જીબીઆરસી, ગાંધીનગર રહ્યા હતા. તેમના સંબોધનમાં તેઓનો મુખ્ય મુદ્દો પર્યાવરણની યોગ્ય જાણવાણીથી જાહેર આરોગ્ય પર થતી અસર તેમજ જીબીઆરસીનું કોવિડ ઉપરાંત બીજા વાઇરસની ઓળખમાં યોગદાન વિશે માહીતી આપી હતી
સમાપન સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડો. સુમિત વ્યાસ પ્રોજેકટ ડાયરેકટર રિજીઓનલ સાઇન્સ સેંટર રાજકોટ ઉ5સ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર વિતરણ દ્વારા પ્રોત્સાહીત કર્યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેમ્પસના ડાયરેકટર ફા.(ડો.) જોમોન થોમ્માના તથા ફાધર સ્ટેનલી જોસેફની દોરવણી આચાર્ય ડો. ઇવોન ફર્નાડિસનું માર્ગદર્શન પ્રાપ્ત થયેલ. ક્ધવીનર ડો. નેહા જંગબારી તથા કો. ક્ધવીનર જાગૃત ત્રિપાઠી અને સમગ્ર પ્રાઘ્યાપક ગણ તથા કોલેજના તમામ કર્મચારી ગણ અને વિદ્યાર્થીઓએ સંપૂર્ણ યોગદાન આપી આ આયોજનને સફળતા અપાવી હતી.
વિદ્યાર્થીઓ સાયન્સ તરફ વળે તે માટે સાયન્સ એક્સ્પો જરૂરી: ફાધર
અબતક મીડિયા સાથેની વાતચીતમાં ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસ ના ડિરેક્ટર ફાધર જોમન થોમનનાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ક્રાઈસ્ટ કેમ્પસમાં નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ યોજવામાં આવ્યું છે જેમાં આખા દેશમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓ અને સાયન્સના રિસર્ચ સ્ટુડન્ટ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. અમને ગર્વ થાય છે કે આજે નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ 15 મી વખત યોજાઈ રહી છે ગુજરાત સહિત ઇન્ડિયામાં સાયન્સનું મહત્વ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવો અમારો હેતુ છે અલગ અલગ રાજ્ય માંથી આવેલ વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. અમારો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક કરતા પ્રેક્ટીકલ અને એક્સપિરિયન્સ ભણતરમાં ફોકસ કરે જેથી વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ કરીને વિદ્યાર્થીઓને આગળ વધવામાં મોટીવેશન મળી રહે.
સાયન્સ સિમ્પોઝિયમથી વિદ્યાર્થીઓ સાયન્સ-મેથ્સ તરફ વળશે: ડો.નેહા જંગબારી
ક્રાઇસ્ટ કોલેજ ખાતે યોજાયેલ 15માં નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ ના ક્ધવીનર ની સાથે ક્રાઇટ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર નેહા જંગબારીએ અબ તક મીડિયા સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે આજરોજ ધીનોદ સ્પીકર ડોક્ટર એલ એસ શશીધરા તેમજ ડોક્ટર માધવી જોશી દ્વારા અમારા દરેક પાર્ટિસિપેટ્સ ને તેમની સ્પીચથી ફાયદો થશે. આ કાર્યક્રમમાં આખા દેશમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. વધુમાં જણાવતા કહ્યું હતું કે સાયન્સ સિમ્પોઝિયમ કાર્યક્રમમાં ઓરલ અને પોસ્ટર એમ બે કોમ્પિટિશન રાખવામાં આવી છે. આ કોમ્પિટિશનમાં ટોટલ 12 વિષય રાખવામાં આવ્યા છે અને દરેક વિષયમાં 4 કક્ષા અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ,રિસર્ચ સ્કોલર લેવલ, ફેકલ્ટી અને ઇન્ડસ્ટ્રીયલ લિસ્ટ એમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સાયન્સ અને મેથ્સ થી દૂર રહેતા હોય છે ત્યારે આ સાયન્સ સિમ્પોઝિયમ મારફત વિદ્યાર્થીઓ સાયન્સ તેમજ મેથ્સ તરફ વળશે અને તેને પસંદ કરશે. જે ટેકનોલોજી નો ઉપયોગ કરી રહ્યા છીએ તેમાં સાયન્સનું મહત્વનો ફાળો છે ત્યારે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ ટેકનોલોજી વિકસાવે તે માટે સાયન્સ ખૂબ જરૂરી છે. આ અમારો 15 સાયન્સ સિમ્પલ જેમાં આ વર્ષે વિજેતા થનાર વિદ્યાર્થીઓને રીજનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુટર કરવામાં આવશે.
જીવનમાં ટેકનોલોજીનો ખુબ મોટો રોલ છે: વૃતિકા રાવલ
ક્રાઈસ્ટ કોલેજ અભ્યાસ કરતી વૃતિકા રાવલે અબ તક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્રાઈસ્ટ કોલેજ ખાતે યોજાયેલ સાયન્સ સિમ્પોઝિયમ માં પાર્ટ લીધેલ છે જેમાં મેં એક પોસ્ટર બનાવેલ છે. એઆઈ મેજીક નહીં પણ મેથેમેટિક્સ છે . જેમાં એઆઈ તે કમ્પ્યુટર થી બનેલ છે પરંતુ એ આઈ અને મેથ્સ સરખું છે. જેમાં આપણને ઘણું જાણવા મળે છે. આપણા જીવનમાં ટેકનોલોજી એ ખૂબ મોટો પાર્ટ છે. આપણે કંઈ પણ વસ્તુ ની માહિતી જોઈતી હોય તો તે આપણે લજ્ઞજ્ઞલહય માંથી લેતા હોઈએ છીએ . ત્યારે તેમાં એ.આઈ. આવે છે જેને કારણે લોકો એટ્રેક્ટ થાય છે તે માટે મેં એ.આઇ નો વિષય પસંદ કર્યો છે. એઆઈ મેથેમેટિક્સ થી કઈ રીતે યુઝ થાય છે . એ આઈ મેથેમેટિક્સ થી કઈ રીતે બને છે મેં તેના પર ખાસ ધ્યાન આપ્યું છે. હાલના સમયમાં એઆઈ ની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે ત્યારે ભવિષ્યમાં પણ એ આઈ ની માંગ વધશે.અમારા ફેકલ્ટી દ્વારા અમને આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે અમને પ્રેરણા આપી.આ નેશનલ લેવલની કોમ્પિટિશન છે ત્યારે અહીંથી મળતા સર્ટિફિકેટ આપણને દરેક એન્ટનટ એક્ઝામમાં મદદરૂપ થાય છે.