- વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર 100 જેટલી પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરાશે
- પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વનમંત્રી કિરીટસિંહ રાણા, શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા, ધારાસભ્ય ગીતાબા જાડેજા અને હકુભા જાડેજા સહિત અનેક અગ્રણીઓ રહેશે ઉપસ્થિત
મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ૐ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર-રાજકોટ દ્વારા આયોજીત સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાનો 16,17 અને 18નો સયુંકત સ્કીલ એવોર્ડ સેરેમની-2022 કાર્યક્રમનું આયોજન આગામી તા. 26-06-2022 ને રવિવારના હેમુ ગઢવી નાટયગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે બપોરના 2:30 થી 6:00 કલાક દરમિયાન કરવામાં આવેલ છે. આ ભવ્ય કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના સર્વ ભાઈઓ-બહેનો અને યુવાનોને પરિવાર સાથે પધારવા માટે સંસ્થાનના પ્રમુખ ડો. યોગરાજસિંહ ગંભીરસિંહજી જાડેજા (જાબીડા) દ્વારા હૃદયપૂર્વક જાહેર નિમંત્રણ આપવામાં આવે છે.
આ સ્કીલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં એજ્યુકેશન ફીલ્ડ સિવાયના તમામ ક્ષેત્રો જેવા કે, રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા, સ્પોર્ટસમાં નેશનલ લેવલે તેમજ ઇન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડીઓ, એન.સી.સી. સી” સર્ટીફીકેટમાં (એ ગ્રેડ તેમજ બી ગ્રેડ) તેમજ 26 જાન્યુઆરીની દિલ્હી ખાતેની પરેડમાં ભાગ લીધેલા કેડેટ, બ્રેવરી એવોર્ડ, શ્રેષ્ઠ વ્યાપાર ક્ષેત્રે તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ પ્રાઈવેટ અને સરકારી નોકરી દરમિયાન નેશનલ લેવલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે કરેલ પ્રદર્શન, ગુજરાત ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ આવેલ પ્રથમ, દ્વિતિય અને તૃતિય જેમ કે, લોકકલા, શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા, ઇતિહાસ, સાંસ્કૃતિક સહિત ક્ષેત્રે કરેલું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 100 ક્ષત્રિય સમાજનાં ભાઈઓ અને બહેનોને સન્માનીત કરવામાં આવશે.
ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓ ક્રિકેટ, હેન્ડબોલ, એથ્લેટીકસ, ટેનિકાઇટ, ઊંચી કુદ, બરછી ફેંક, ગોળા ફેંક, શ્રી બાલ, રોલર,સ્કેટીંગ, કાર્ટ રેસિંગ, રાઇફલ શુટિંગ, તલવારબાજી, સોફટ બોલ, બાસ્કેટ બોલ, સોફ્ટ ટેનિસ, રાષ્ટ્રપતિ ચંદ્રક, હેમર થ્રી, ચક્ર ફેંક, ડીસ થ્રો,
વિઘ્નદોડ, 75 પ્લસ એથાલીટીસ, કરાટે, હોકી, ફૂટબોલ, કબડી, યોગાસન, આર્ટ, લલિતકલા, ચિત્રકલા, ફોટોગ્રાફી, સ્કાઉટ, 26
જાન્યુઆરીએ દિલ્હી ખાતે ગઈઈ – છઉઈ પરેડમાં ભાગ લેનાર, તેમજ મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ એચિવમેન્ટ મેળવનારાઓ ભાઈઓ-બહેનોનું સ્કીલ એવોર્ડ અર્પણ કરી અદકેરું સન્માન સંસ્થાન તરફથી કરવામાં આવનાર છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા , રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ, પૂર્વમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા , સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણા, રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પૃથ્વીસિંહ (ઘોઘુભા)જાડેજા અને નિવૃત નાયબ સચિવ અશોકસિંહ પરમાર સહિતના અગ્રણીઓનાં હસ્તે સનમાનાર્થી ઓનું સન્માન કરવામાં આવશે .
આયોજનને સફળ બનાવવા ડો. યોગરાજસિંહ જી. જાડેજા (જાબીડા), ડો. દિગ્વીજયસિંહ બી. જાડેજા (મંજલ), ભૂપેન્દ્રસિંહ એમ. વાઘેલા (બંધીયા), ડો. જીગરિહ બી. જાડેજા (બાવરીયા), પ્રવિણસિંહ જાડેજા (સમાઘોઘા), રાજેન્દ્રસિંહ ઝાલા (રતનપર) ,ધર્મવીરસિંહ આર.જાડેજા (જીલરીયા), ધર્મરાજસિંહ જે.વાઘેલા (સબાસર), દિલીપસિંહ આર. ગોહીલ (પચ્છેગામ),,ભરતસિંહ આર. રાણા (અડવાળ), બકુલસિંહ.જી જાડેજા(મોટી-વાવડી), મનહરસિંહ રાણા(એમ.પી.રાણા , કળમ), કુલદીપસિંહ એન રાઠોડ (ઇડર), હરપાલસિંહ કે.જાડેજા (માણેકવાડા), રાજેન્દ્રસિંહ આર.જાડેજા (પીપરડી) , સિધ્ધરાજસિંહ કે.જાડેજા (ડેરી), શક્તિસિંહ જી. વાઘેલા (ભાડેર) અને સત્યપાલસિંહ પી. જાડેજા (મોટી-વાવડી), સર્વ સાથી મિત્રો અને સંકલન સમિતિના સદસ્યઓ જહેમત ઉઠાવી રહ્યા છે.