રાજકોટના યાજ્ઞિક રોડ પર સ્કેચર્સ સ્ટોરનું અભિનેત્રી જેનીફર વિંગેટ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સ્કેચર્સ એક અમેરિકન પર્ફોમન્સ અને લાઈફ સ્ટાઈલ ફુટવેર બ્રાન્ડ છે. તેના વિશાળ રેન્જના કલેકશનની પ્રશંસા કરતા જેનીફર વિંગેટે કહ્યું હતું, આજે ફેશન વેરનો માહોલ છે ત્યારે એ ઘણું મહત્વનું છે કે, ફુટવેરનો યોગ્ય સેટ તમારા પરિધાનો સાથે તાલમેળ રાખે એવો હોવો જોઈએ.

આપણે ફુટવેરની અનેક વેરાયટીઓ રાખીએ છીએ. જેમાં સ્નીકર્સથી લઈને વેજિસ સામેલ હોય છે. સ્કેચર્સ શુઝ સાથે ટ્રેન્ડ અને ફંકશન રંગો અને પેટર્ન્સની વાઈબ્રન્સીમાં સુંદર રીતે તાલમેળ ધરાવે છે. આ બ્રાન્ડ મારી પર્સનાલિટી સાથે એકદમ યોગ્ય રીતે બંધ બેસે છે. આ કમ્ફર્ટ અને સ્ટાઈલનું અદભુત સંયોજન ધરાવે છે.

હાલમાં જ ભારતમાં પોતાના ૨૦૦માં સ્ટોરનું ઉદઘાટન કરનાર સ્કેચર્સ ઈનોવેશન, સ્ટાઈલ અને ટેકનોલોજી માટે આતુર રહે છે. સ્પોર્ટસ અને ફેશન માટેના આદર્શ ફુટવેર ઓફર કરવા ઉપરાંત, સ્કેચર્સ પાસે કેઝયુઅલ એકિટવ વેરની વિશાળ રેન્જથી લઈને સ્પેશિયાલિટી ફિટનેસ એપેરલ્સ પણ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.