આજકાલની છોકરીઓ પરફેક્ટ ફિગર માટે અનેક ચીજો ખાવ-પીવાનું છોડી દે છે. અથવા તો ડાયેટીંગ કરવા લાગે છે. તે એવુ વિચારતી નથી કે તેના શરીર પર તેની કેવી અસર થશે આવી જ એક વાત છે. ન્યુયોર્કમાં રહેતી સ્ટેફની રોડ્સની જેણે સ્લિમ ફિગર બનાવવાની ઇચ્છામાં ૧૩ વર્ષની ઉંમરથી જ નાસ્તો અને બપોરનું ભોજન બંધ કર્યુ.
આમ કરવાથી તેનુ વજન ઘટવા લાગ્યુ. સ્ટેફની જણાવે છે કે જેમ-જેમ તે દૂબળી થઇ ગઇ તેમ-તેમ તેનો કોન્ફિડન્સ વધતો ગયો. લોકો તેના વખાણ કરવા લાગ્યા હતા. સતત આવો ડાયેટ ફોલો કરવાથી ૧૭ વર્ષની ઉંમરમાં એનો રેક્સિયાની બિમારી લાગુ પડી. આ બિમારીના દર્દીને ખાવાનો ડર લાગે છે અને તેનુ વજન ઝડપથી ઘટવા લાગે છે.
આ બીમારીના કારણે સ્ટેફનીએ ખાવાનું બંધ કર્યુ અને સાથે જ તેની બીમારી પણ ઝડપથી વધવા લાગી. તેની બીમારી એટલી હદે વધી ગઇ કે તે હાડપિંજર બની ચુકી છે. જ્યારે તેને હોસ્પિટલમાં એડમિટ કરતા ત્યારે તેને ખાવાનું ખાવા અને વજન વધારવા માટે કહેવામાં આવતું. તે હોસ્પિટલમાં ખાઇ લેતી હતી. પરંતુ ઘરે જતા જ તે ખાવાનું છોડી દેતી. પછી તેને પાછી હોસ્પિટલ લઇ જવી પડતી.
સ્ટેફની કહે છે કે બીમાર થવાના કારણે તે જ્યારે પણ ખાવાનું ખાય છે ત્યારે તેને એટેક આવતો હતો. તેને લાગતુ કે તે જે પણ ખાશે તેમની તે જાડી થઇ જશે. અને ખાવાનું છોડી દેતી ત્યારે તેને સારુ લાગતુ હતું.
હાલ તે અમેરિકાની સ્ટેટ મૈસાચ્યુસેટના રિહેબિલિટેશન સેંટરમાં પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહી છે. અત્યારે તેની હાલતમાં સુધારો આવી રહ્યો છે.