બાળકોએ ભગવાન કૃષ્ણના ગીતો પર નૃત્યો અને જીવન પ્રસંગો રજૂ કર્યા

નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી…. કૃષ્ણ જન્મોત્સવ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે એસ.કે. પાઠક સ્કુલ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણી આજરોજ કરવામાં આવી હતી. સ્કૂલના બાળકો દ્વારા કૃષ્ણ ભગવાનના જીવન પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા હતા. રાધા કૃષ્ણના ગીતો પર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા ગરબાની રમઝટ બોલાવી કૃષ્ણપર્વની ધામધૂમ પૂર્વક, ઉત્સાહથી ઉજવણી કરી હતી.

sk-krishna-janmaotsav-is-celebrated-with-fanfare-at-pathak-school
sk-krishna-janmaotsav-is-celebrated-with-fanfare-at-pathak-school
sk-krishna-janmaotsav-is-celebrated-with-fanfare-at-pathak-school
sk-krishna-janmaotsav-is-celebrated-with-fanfare-at-pathak-school

રાધાનું પાત્ર ભજવી નૃત્યથી ખૂબજ આનંદથયો: જોષી અદિતી

sk-krishna-janmaotsav-is-celebrated-with-fanfare-at-pathak-school
sk-krishna-janmaotsav-is-celebrated-with-fanfare-at-pathak-school

અબતક સાથેની વાતચીત દરમિયાન એસ.કે. પાઠક સ્કૂલની વિદ્યાર્થીની જોષી અદિતી એ જણાવ્યું હતુ કે અમારી સ્કુલ દ્વારા આજે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એક દિવસની તૈયારીના રૂપે આજે અમે કૃષ્ણ ભગવાનના જીવન પ્રસંગ પર નાટક રજૂ કરી ભગવાન કૃષ્ણના ગીતો પર ડાન્સ કર્યો હતો. જો આજે રાધાનું પાત્ર ભજવ્યું હતુ અને મેં નૃત્ય પણ પ્રસ્તુત કર્યું હતુ મને ખૂબજ આનંદ થયો હતો સાથો સાથે અમે ગરબા પણ કર્યા હતા અને ખૂબજ ઉત્સાહ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

છોકરી થઈને ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવવાનો આનંદ અનેરો : વ્યાસ મૈત્રી

sk-krishna-janmaotsav-is-celebrated-with-fanfare-at-pathak-school
sk-krishna-janmaotsav-is-celebrated-with-fanfare-at-pathak-school

અબતક સાથેની વાતચીત દરમિયાન એસ.કે.પાઠક સ્કુલનો વિદ્યાર્થીની વ્યાસ મૈત્રી એ જણાવ્યું હતુ કે અમારી સ્કુલ દ્વારા તહેવારર દર વર્ષે ઉજવણી કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત જન્માષ્ટમી પર્વ નિમિતે અમારી સ્કુલ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી છે. એક દિવસમાં જ અમે બધી તૈયારીઓ કરી હતી. જેમાં ભગવાન કૃષ્ણના જીવન પ્રસંગોને અમે નાટક રૂપે પ્રસ્તુત કર્યા હતા. સાથોસાથ રાધાકૃષ્ણ પરના ગીતો પર ડાન્સ રજૂ કર્યો હતો. છોકરી જઈને આજે મેં ભગવાન કૃષ્ણનું પાત્ર રજૂ કર્યું મને ખૂબજ આનંદ થયો મારી સાથોસાથ સ્કુલના બધા વિદ્યાર્થીઓ પણ ખૂબજ આનંદ, ઉત્સાહમાં આવી ગયા હતા. અને રાસની રમઝટ બોલાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.