ઈગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસમાં બહાર આવેલી વિગતો
વિશિષ્ટ કાર્યો હાથ ધરવા માટે યોગ્ય ‘આદર્શ’ મગજનું કદ છે તેમ ઈગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા એક સંશોધનમાં બહાર આવ્યું છે.આ અભ્યાસમાં એવું પણ પૂરવાર થયું છે કે મગજમાં વધેલું ન્યુટરલ સર્કિટનું કદ શીખવાની કામગીરીને વેગ આપી શકે છે. જો કે આ મગજમાં થયેલો આ વધારો કનેકિટવીટીમાં શીખવામાં અવરોધ ઉભો કરવાની પણ સંભવિતતા છે.
પી.એન.એ. એસ. જર્નલ પ્રકાશિત આ અભ્યાસમાં જણાવાયું છે કે ઝડપી અને વધુ ચોકકસ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે કેવી રીતે ન્યુટલ સર્કિટસ વધારાની કનેકિટવીટીના ઉપયોગ કરી શકે છે તે જોવામાં આવ્યું છે. તે દર્શાવે છે કે દેખીતી રીતે રીડન્ડન્ટ ચેતાકોષ અને કોશિકાઓ જે મગજમાં કામ કરે છે. અને સિનેટિપ્ક જોડાણોને ઉમેરે છે.
જે માહિતીને એક ન્યુરોનથી બીજામાં વહેચી શકે છે. આ નેટવર્ક બંને તરફ ધારવાળી તલવાર સમાન હોય છે. એક તરફ કનેકિટવિટીમાં વધારો આ કાર્યને વધુ સરળ બનાવવાનું શીખવી શકે છે. જયારે, બીજી બાજુ સિગ્નલનું વહન કરતા કનેકશનમાં સહજ અવાજના કારણે સર્કિટ ચોકકદ કદ કરતા વધી જાય છે. જે બાદ વધેલી કનેકિટવીટી આખરે શીખવાની અને કાર્ય પ્રદર્શનને અવરોધે છે.