શાહી વરઘોડો, શાસ્ત્રોકત વિધી સાથે સમુહ લગ્નોત્સવનું આયોજન: રપ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે: કાર્યક્રમની વિગતો આપવા આયોજકો ‘અબતક’ના આંગણે

સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા રાજકોટમાં રપ દીકરીઓના સમુહલગ્ન તા. ૧૬-૨ ને રવિવારે રાત્રીના રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજનાર છે. જેમાં ભવ્ય શાહી વરઘોડો તથા શાસ્ત્રોકત વિધિ દ્વારા લગ્નોત્સવનું આયોજન કરેલ છે જેની સાથે સમાજના શ્રેષ્ઠિઓ તથા દાતાઓના સન્માનનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં સતવારા જ્ઞાતિ રાજકોટના પ્રમુખ પ્રભુલાલ નકુમ, સમુહલગ્ન સમીતી પ્રમુખ દિનેશભાઇ કણઝારીયા તેમજ છેલ્લા બે મહિનાથી સતત કાર્યક્રમને સુશોભીત કરવા માટે મુખ્ય ક્ધવીનર અશોકભાઇ કણઝારીયા (ગુજરાત અગ્રણ્ય) ગાંધીગ્રામના પ્રમુખ વલ્લભભાઇ બુમતારીયા, વિજયભાઇ ખાંદલા, હરિભાઇ નકુમ, પિયુષ પરમાર, પી.ટી. પરમાર, અમુભાઇ પરમાર, રસિકભાઇ પરમાર, વિનોદભાઇ રાઠોડ, ચંદ્રકાન્તભાઇ પરમાર, જયેશભાઇ રાઠોડ, પરેશભાઇ ખાણઘર, કૌશિકભાઇ ચૌહાણ, કાળુભાઇ નકુમ, પરસોતમભાઇ બુમતારીયા: ડી.કે. પરમાર, હેમરાજભાઇ હરિભાઇ, ભરતભાઇ તથા સમગ્ર ટીમ દ્વારા આયોજના કરવામા આવેલ છે. દાતાઓએ તેમજ સમાજના આગેવાનો તન મન અને ધનથી સહકાર આપેલ છે. તેમની થકી કાર્યક્રમ સુશોભિત થઇ રહ્યો છે. જેની સાથે સતવારા સમાજના બહેનોની ટીમ કાર્યકમમાં કોઇ પ્રકારની કચાસ ન રહે તે માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. સમાજ દ્વારા દરેક દીકરીઓને કરિયાવરમાં લગભગ ૨૪૫ જેટલી ચીજવસ્તુઓ આપવામાં આવશે.

આ સાથે સતવારા સમાજ તથા બહારગામથી આવેલા જ્ઞાતિજનો લગભગ ૧પ૦૦૦ થી આસપાસનું માન મહેરામણ કાર્યક્રમને માણશે અને જ્ઞાતિ મહાપ્રસાદ લેશે જે સમસ્ત સતવારા સમાજમાં રાજકોટ સમાજ દ્વારા પ્રથમ વખત આવું ભવ્ય આયોજન કરેલ છે. આ સાથે ટીમ દ્વારા સમાજના કુરીવાજ, કુપ્રથા, ખોટા ખર્ચા બચાવવા વ્યસન મુકિત, બેટી બચાવો બેટી પઢાઓ સાથે ના ઉદ્દેશ સાથે કામ કરવામાં આવ્યું છે. આ સમારોહમાં જ્ઞાતિ આગેવાનો નરશીભાઇ રાઠોડ, વિઠલભાઇ ચૌહાણ, માવજીભાઇ નકુમ, સુનીલભાઇ રાઠોડ, વલ્લભભાઇ ધારવીયા, માસુકભાઇ કણઝારીયા, નરેશભાઇ કણઝારીયા, કિશોરભાઇ દલવાડી વગેરે ઉ૫સ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.