ફિલ્ડમાર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલયની એક હજાર દિકરીઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ગીત–સંગીતથી મઢેલા સોળ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરી આ દિવસની અનોખી ઉજવણી કરી હતી. સુપ્રસિઘ્ધ આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર વિનોદ પટેલ દ્વારા આ કાર્યક્રમ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. વિનોદ પટેલે પોતાની ઉત્કૃષ્ટ ગાયકી દ્વારા સૌના મન મોહી લીધા હતા. વેલેન્ટાઈનના દિવસે ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરીને આ દિવસની અનોખી ઉજવણી કરી હતી.
આ અભિનવ કાર્યક્રમનો વિચાર અને પ્રેરણા આપનાર ફિલ્ડ માર્શલ–ગોવાણી ક્ધયા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઈ ફળદુએ સૌને આવકારી સ્વાગત કર્યું હતું. સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ કણસાગરા તથા તમામ ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમને અત્યંત પ્રાસંગિક ગણાવી શુભેચ્છા પાઠવી હતી. પ્રો.જે.એમ.પનારાએ કાર્યક્રમની ભૂમિકા વિસ્તારથી સમજાવીને સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું.
આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ટ્રસ્ટી નરોતમભાઈ કણસાગરા, પ્રિ.વિજયભાઈ ભટાસણા, કાન્તિભાઈ જાવિયા (એડીકો) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે રેકટર ક્રિષ્નાબેન સુરેજા, સુમિત્રાબેન રોકડ, ભૂમિ સાપોવાડિયા,અનસુયાબેન સવસાણી તથા કાંતિભાઈ ભાલોડિયાએ જહેમત ઉઠાવી હતી.