આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી આ સોળ સંસ્કારો ધાર્મિક પરંપરા સાથે પેઢી દર પેઢી ચાલ્યા આવે છે: ગુરૂકુળના શિક્ષણમાં તેનું
અધ્યયન કરાવવામાં આવતું હતું : મૂળ સોળ સંસ્કારો અંતર્ગત જીવનને અંદરના આંતરિક કર્તવ્ય મૃત્યુ સુધીનાને તેમાં સાંકળી લેવામાં આવ્યા છે
ધાર્મિક માન્યતા અનુસાર સનાતન ધર્મને સૌથી પ્રાચીન અને પ્રથમ ધર્મ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસ અનુસાર સંસ્કારો જન્મથી મૃત્યુ સુધી વિશેષ સ્થાન ધરાવે છે, જે દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે. ભારતીય શિક્ષણમાં પણ સનાતનની સંસ્કારોનું મહત્વ રહેલું છે. ભગવદ ગોમંડળમાં પણ તેનું મહત્વ દર્શાવેલ છે. ગુરુકુળના શિક્ષણમાં તેનું અધ્યયન કરાવવામાં આવતું હતુ, મૂળ સોળ સંસ્કારો અંતર્ગત જીવનને અંદરના આંતરિક કર્તવ્ય અને મૃત્યુ સુધીના ને તેમાં વણી લેવામાં આવ્યા છે.
સંસ્કાર શબ્દથી આપણે સૌ પરિચિત છીએ, સામાન્ય રીતે સંસ્કાર અને કુસંસ્કાર જેવા શબ્દો આપણે સાંભળીએ છીએ કે બોલવામાં પ્રયોગ કરીએ છીએ. સંસ્કાર શબ્દનો અર્થ ઘણો ગહન થાય છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી તેનું મહત્વ રહેલું છે. આપણા વેદ પુરાણોમાં ને રામાયણ, મહાભારત જેવા ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. ગર્ભસ્થ શિશુથી શરૂ કરીને ચરણો સુધી આ સંસ્કારો જોડાયેલા છે. જે જીવનથી મૃત્યુ વચ્ચેની આપણી જીવનયાત્રા સાથે જોડાયેલા છે.
હિન્દુ ધર્મ પ્રમાણે મનુષ્યના ભલા માટે કરવામાં આવતી વિવિધ કે ધાર્મિક રિવાજો એટલે સંસ્કાર બાળક ગર્ભમાં હોય ત્યાંથી શરૂ કરીને અવસાન પછી પરલોકમાં જાય ત્યાં સુધીના તેને સુખી કરવાનાં વિવિધ સંસ્કારો દર્શાવાયા છે.જેમાંથી હાલ પ્રચલિત કે બહુ માન્ય એવા સોળ સંસ્કારો છે.
આ 16 સંસ્કારોમાં ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંતોન્યન સંસ્કાર, જાત કર્મસંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ચુડાકર્મ સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર, વિવાહ અગ્નિપરિગ્રહ સંસ્કાર, અને અગ્નિસંસ્કાર. સંસ્કાર શબ્દના ગુજરાતી ભાષા પ્રમાણે વિવિધ અર્થ મળે છે. જેમકે કેળવણી, અસર, શુધ્ધી, વિધિ વિગેરે ધર્મની રીતે સંસ્કાર એટલે વિધિ એવો ભાવાર્થે માનીને વિવિધ પ્રકારનાં સંસ્કારો દર્શાવાયા છે.હિન્દુ ધર્મમાં મીમાંસા શાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર મુજબ 16 વૈદિક સંસ્કારો, મનુસ્મૃતિ પ્રમાણે 12 સંસ્કારો, અંગિરા ઋષીના મત મુજબ 25 જેટલા સંસ્કારોની યાદી મળે છે. જૈનધર્મમાં પણ 16 સંસ્કારો ગણાવાયા છે. શીખ ધર્મમાં એક સંસ્કાર જેને અમૃત સંસ્કાર કહે છે.હિન્દુદર્શન શાસ્ત્રના એક ભાગ ન્યાય દર્શન પ્રમાણે સંસ્કાર એ ચોવીસ ગુણોમાં એક ગુણ છે.
ભગવદ્ગોમંડળમાં જે 16 સંસ્કારોની વાત કરે છે તે પ્રમાણે ગર્ભાધાન, પુસંવન, અનવલોભન, વિષ્ણુબલી, જાતકર્મ, સીમંતોનયન, નામકરણ, નિષ્કમણ, સૂર્યાવલોકન, અન્નપ્રાશન, ચુડાકર્મ, ઉપનયન, ગયત્ર્યુપદેશ, સમાવર્તન, વિવાહ અને સ્વર્ગારોહણની વાત છે.
શિલ્પશાસ્ત્ર પ્રમાણે સોળ સંસ્કારોમાં અમુક ફેરફાર નામમાં આવે છે જેમાં વેધન, દર્શન, સંકર, કર્મ પ્રવેશ પ્રસ્થાન, પિંડીકરણ અને શ્રાધ્ધ જેવા સંસ્કારોની વાત છે.અલગ અલગ શાસ્ત્રોમાં નામ અલગ હોવાથી આ યાદી થોડી જુદી પડે છે.
અંગિરા ઋષીના મત પ્રમાણે 25 સંસ્કારોની વાત આવે છે.જેમાં પંચમહાયજ્ઞ, ઉપાકર્મ, ઉત્સર્ગ, પાર્વણ, માર્ગશીષી આશ્ર્વપુજી, શ્રાવણી, શાકકવર, ઉપનયન, ચૌલ, જેવા વિવિધ સંસ્કારની વાત છે. મનુસ્મૃતિ પ્રમાણે બાર સંસ્કારોમાં બલી, બ્રહ્મચર્યાદિ ચાર વ્રત જેવા સંસ્કારોનો ઉલ્લેખ છે. ઘણા સંસ્કારોના નામ લગભગ અમુક પાદીમાં કોમન છે.
વેદ એટલે વૈદિક સાહિત્ય તે હિન્દુધર્મનાં મુખ્ય આધાર સ્તંભ છે. વેદ શબ્દની ઉત્પતિ મુળ સંસ્કૃત શબ્દ વિદ્ પરથી થયેલ છે, જેનો અર્થ થાય જાણવું અર્થાત જ્ઞાન સંબંધિત વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખીક રૂપે બોલીને તથા સાંભવીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને શ્રુતિ પણ કરે છે.
વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચના કાળ વિશે વિભિન્ન મત છે.રચના કાળની દષ્ટિએ તેને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવેલ છે.
(1) પૂર્વ વૈદિકકાળ (ઈ.સ. પૂર્વે 1500 થી 1000)
(2) ઉત્તમ વૈદિકકાળ (ઈ.સ.પૂર્વે 1000 થી 500)
ઋણવેદનો રચનાકાળ પૂર્વ વૈદિકકાળ ગણાય છે.જયારે શેષ અન્ય વેદ સંહિતાઓ, બ્રાહ્મણ,આરણ્યક તેમજ ઉપનિષદોનો રચના કાળ ઉત્તર વૈદિક કાળ માનવામાં આવે છે. વેદ ચાર છે જેમાં ઋગર્વેદ, યજુર્વેદ, સામર્વેદ, અથર્વેવેદ, વેદ સંબંધિત સાહિત્યને વૈદિક સાહિત્ય કહેવાય છે જેને આ મુજબ વિભાગોમાં વહેચવામાં આવેલ છે, જેમાં મંત્રસહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદ, સુત્રગ્રંથો, પ્રાતિ શાખ્ય, અનુક્રમણીનો સમાવેશ થાય છે.