રેલરાજ મહિલા મંડળ દ્વારા યોજાયેલી કોન્ટેસ્ટમાં ૨૦ ક્ધયાઓએ ભાગ લીધો
રેલરાજ મહિલા મંડળ દ્વારા મહેંદી અને દુલ્હન સ્પર્ધાનું આયોજન કરાયું હતુ જેમાં કુલ ૨૦ જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો. દુલ્હનના પહેરવેશમાં કેટવોક પણ કરાવવામાં આવ્યું હતુ. વિજેતાને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તકે મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન કલોલાએ જણાવ્યુંં હતુ કે, તેઓ અવાર નવાર આવી સ્પર્ધાઓ યોજાયે છીએ અને આ સ્પર્ધાઓ કરવા પાછળનો એક જ હેતુ છે કે મહિલાઓ અને દિકરીઓમાં છૂપાયેલી શકિતઓને તેઓ બહાર લાવી શકે અને જે જે સ્પર્ધા કરવામાં આવે છે તે માટેનો પહેલા અભ્યાસ કરાવવામાં આવે છે અને ત્યારબાદ આ રીતે સ્પર્ધા કરવામાં આવે છે જેથી તેઓનો ઉત્સાહ વધે અને પોતે શીખી અને પગભર થઈ શકે.