કંડલા પોર્ટથી છ ટ્રકમાં ભરેયેલા રૂ.૨૫ લાખના કોલસાને બારોબાર વહેંચી નાખીને ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે કુલ રૂ.૨૮ લાખની છેતરપીંડી કરી હોવાનો આઠ શખ્સો સામે ગુનો નોંધાયો છે. ૨૩૯.૯૧ મેટ્રિક ટન કોલસાને બારોબાર સગેવગે કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.
૨૩૯.૯૧ મેટ્રિક ટન કોલસો બારોબાર વહેંચી નાખી છેતરપીંડી કર્યાનો આઠ સામે નોંધતો ગુનો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજારમાં અંબિકા ટાઉનશીપમાં રહેતા અને ટ્રાન્સપોર્ટથી કમિશન એજન્ટ તરીકે કામ કરતા શ્રીરામ ભિયારામ ગોર નામના આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ શ્રીરામ પાસે ગત તા. ૨૬મી મેં ના રોજ બાબા ઉડલ રોડવેજની કોલસા ભરેલા છ ટ્રક જુદા-જુદા સ્થળોએ પહોંચાડવાના છે. જેથી શ્રીરામે આ કામ જાકિર ખાન નામના શખ્સને સોંપ્યું હતું.
જેથી જાકિર ખાને કંડલા પોર્ટથી ૨૩૯.૯૧ મેટ્રિક ટન કોલસા છ ટ્રકમાં ભરી પોતાના દ્રાઇવેરોને મોકલ્યા હતા. પરંતુ સમયસર કોલસા નિર્ધારિત સ્થળ પર ન પહોંચતા શ્રીરામેં જાકિર ખાનને ફોન કરી કોલસા વિશે પૂછતાં તેને કોલસો બારોબાર વહેંચી નાખ્યા હોવાનું અને તેનું પેમેન્ટ પાંચ દિવસમાં આપી દેવાનું જણાવ્યું હતું. પરંતુ તેને ઘણા દિવસો થઈ ગયા હોવા છતાં પણ જાકિર ખાન દ્વારા કોઈ પૈસાની ચૂકવણી ન થતા શ્રીરામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હરિરામ દ્વારા પોલીસમાં જાકિર ખાન તેનો હરિયાણા રહેતો ભાગીદાર સમીર ચૌહાણ અને જુદા-જુદા છ ટ્રકના દ્રાઇવર સામે રૂ.૨૫,૭૧,૪૬૯ કિંમતનો ૨૩૯.૯૧ મેટ્રિક ટન કોલસો અને એડવાન્સમાં આપેલા રૂ.૩,૦૦,૦૦ મળી કુલ રૂ.૨૮,૭૧,૪૬૯ની કિંમતની છેતરપીંડી કર્યા હોવાનો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.