1.0 થી લઇ 3.2ની તીવ્રતાના આંચકા: ગઈકાલે પણ પાંચ આંચકા આવ્યા બાદ વધુ છ આંચકાથી લોકો ભયભીત

અમરેલીમાં આજે સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 4:56થી 8 વાગ્યા સુધીમાં ભૂકંપના કુલ છ આંચકા આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઘણા ખરા લોકોતો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગઈકાલે પણ પાંચ આંચકા આવ્યા બાદ વધુ છ આંચકાથી લોકો ભયભીત થયા છે.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, આજે વહેલી સવારે 4:56 વાગ્યે અમરેલીથી 44 કિમિ દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ સવારે 5:50 કલાકે અમરેલીથી 43 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.સવારે 7:51 કલાકે અમરેલીથી 43 કિમી દૂર 3.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

ત્યારબાદ 7:53 કલાકે અમરેલીથી 42 કિમી દૂર 2.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. 7;54 કલાકે અમરેલીથી 43 કિમી દૂર 2.0ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું અને છેલ્લે 8:01 વાગ્યે અમરેલીથી 43 કિમી દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી તેમ વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.