બાઇકની આંતરી રોકડ,મોબાઇલ અને ઘરેણાની લૂંટ ચલાવીતી રૂ ૧૦-૧૦ હજારનો દંડ ફટકાયો
શહેરના મોરબી રોડ પર એક વર્ષ પૂર્વ સ્કુટર લઇ નીકળેલા યુવકને આંતરી છરીની અણીએ લુંટ ચલાવવાના ગુનાનો કેસ કોર્ટમાં ચાલી જતાં અદાલતે બે શખ્સોને છ-છ વર્ષની સજા અને રૂ ૧૦-૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ મોરબી રોડ પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતો પાર્થ દિલીપભાઇ દસાડીયા નામનો યુવાન તા.૨૩-૭-૧૭ ની રાત્રે મોરબી રોડ તરફથી પસાર થતો હતો ત્યારે પરેશગીરી ઇશ્વરગીરી મેધનાથી તથા વિશાલ બટુકભાઇ મકવાણાએ યુવાનને આંતરી છરી બતાવી રોકડા રૂ ૧૯૦૦ તથા મોબાઇલ કિં. રૂ ૧૦૦૦ તેમજ સોનાની વીંટી કિં. રૂ ૮૦૦૦ સહીતની મતાની લુંટ ચલાવી હતી. આ અંગેપાર્થની ફરીયાદ પરથી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે કોર્ટમાં આરોપીઓ વિરુઘ્ધ તહોમતનામું રજુ કર્યુ હતું. આ કેસ ચાલી જતા સરકારી વકીલ રજુઆતો તેમજ રેકોર્ડ પર આવેલા પુરાવાઓને ઘ્યાને લઇ અધિક ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.આર. રાજપુતે આરોપી પરેશગીરી મેઘનાથી અને વિશાલ મકવાણાને આરોપોએને ૬-૬ વર્ષની કેદની તથા રૂ ૧૦-૧૦ હજાર દંડ ભરવા આદેશ કર્યો છે. આરોપીઓ દંડ ભરવામાં કસુર તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકારપક્ષે એ.પી.પી. દર્શનાબેન પારેખે દલીલો કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com