ત્રંબા ગામના સોની વેપારી સાથે રાજકોટના દંપત્તી સહિત છ શખ્સોએ રૂા.95 લાખની કિંમતના કિંતના સોનાના ઘરેણાની છેતરપિંડી અંગેની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જસદણના ભંડારીયા ગામના વતની અને ત્રંબા રહેતા સોની વેપારી દુષ્યંતભાઇ અરવિંદભાઇ કાગદડા નામના સોની યુવાને રાજકોટના આશાપુરાનગરના શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિલીપસિંહ પ્રતાપસિંહ રાયજાદા, ઇલાબા દિલીપસિંહ રાયજાદા અને ધનરાજસિંહ કૃષ્ણસિંહ રાયજાદા અને હિરેન્દ્રસિંહ કૃષ્ણસિંહ રાયજાદા સામે રૂા.95 લાખના સોનાના ઘરેણા ગ્રાહકને બતાવવા બહાને લઇ જઇ છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
દુષ્યંતભાઇ કાગદડા સાથે નિલેશ ગઢવીએ આશાપુરાનગરના શોભનાબા રાયજાદા સાથે ઓળખાણ કરાવ્યા બાદ તેઓ અવાર નવાર સોનાના ઘરેણા વેચવા માટે લઇ જતા હતા અને તેનું પેમેન્ટ આપી દેતા હતા ગત તા.13-11-20ના રોજ શોભનાબા અને તેના પરિવારજનોએ પોણા બે કિલો સોનાના જુદા જુદા સોનાના ઘરેણા ગ્રાહકને બતાવવાના બહાને લઇ જઇ સોનાના ઘરેણાના બાકી નીકળતા રૂા.95 લાખ ન આપી છેતરપિંડી કર્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જી.એન.વાઘેલા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.