દરેડ, મોખાણા અને રણજીત સાગર ડેમમાં ઉંડા પાણીમાં ગરક થઇ જતા કાળનો કોળીયો બન્યાં બેના ચમત્કારી બચાવ
જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદના કારણે 6 વ્યક્તિના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા છે, જ્યારે બે વ્યક્તિના ચમત્કારિક બચાવ થયા છે.
જામનગર શહેરમાં સૌપ્રથમ ગુલાબ નગર નવનાલા પાસે પાણીમાં તળાઈ જવાનો બનાવ બન્યો હતો, અને તેમાં યસ વિજયભાઈ પરમાર નામનો 13 વર્ષનો બાળક પાણીમાં તણાંયો હતો, અને ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત જામનગરના રણજીત સાગર ડેમમાં પરિવાર સાથે ઇદની રજામાં ફરવા ગયેલા પિતા પુત્રના ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા.
આવો જ બીજો બનાવ જામનગર તાલુકાના મોખાણા ગામમાં બન્યો હતો કાલાવડ તાલુકાના ખોજાબેરાજા ગામના વતની બાબુભાઈ ઉર્ફે આણંદભાઈ સોલંકી (45 વર્ષ) અને તેનો પુત્ર નવઘણ બાબુભાઈ કે જે પિતા પુત્ર મોખાણા ગામ પાસે આવેલા બેઠા પુલ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમીયાન એકાએક નદીનું વહેણ વધી જતાં બંને તણાયા હતા. જેમાં નવઘણભાઈ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું, પરંતુ તેના પિતા બાબુભાઈ કે જેને પાણીના કાંઠે આવેલા લોકોએ હાથ પકડીને બચાવી લીધા હતા, અને બહાર ખેંચી લીધા હતા. તેમનું બાઈક અને પુત્ર તણાયા હતા, અને પુત્ર મૃત્યુ પામ્યો છે
આ ઉપરાંત જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં શાકભાજીની ખરીદી કરવા માટે બે મિત્રો શ્રવણ કુમાર દિનારામ મેઘવાળ, અને સુરેશ પુષ્પરાજ (23),કે જે બંને પગપાળા ચાલીને પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન બંને મિત્રો તણાઈ ગયા હતા જેમાં શ્રવણનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પરંતુ તેના મિત્ર સુરત કે જે તણાઈ રહ્યો હતો,
દરમિયાન પાણીના પ્રવાહ ના કાંઠે કેટલાક લોકએ તેનો હાથ પકડી ને બચાવી લીધો હતો. આ ઉપરાંત દરેડ હાઉસિંગ બોર્ડ કોલોની માં વરસાદી પાણી ભરાવાના કારણે ત્રણ વર્ષની એક બાળકીનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયું છે. જામનગર શહેરના આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીના કારણે 6 વ્યક્તિ મૃત્યુ પામી છે, જ્યારે બે ને બચાવી લેવાયા છે.