Abtak Media Google News
  • કાર ભાડે મેળવી રાપર ખાતેથી દર્શન કરીને પરત ફરતી વેળાએ ટ્રેલર અને ઇકો વચ્ચે સામ-સામે ટક્કર થતાં અકસ્માત સર્જાયો

ભચાઉ તાલુકાના લાકડિયા નજીક ગત બપોરે લોકસભાની ચૂંટણીના પરિણામની પળો વચ્ચે ટ્રેઈલર અને ઈકો કાર સામ-સામે ભટકાતાં ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીણાં લેઉવા પાટીદાર સમાજના એક જ કુટુંબના પાંચ લોકો તથા કારચાલકનાં મોતથી ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી. એક જ કુટુંબના સભ્યોની એકીસાથે લાશ જોઈ કઠણ હૃદયના લોકો પણ રડી પડયા હતા.

ભચાઉના લાકડિયા નજીક પુલ ઉપર ચારમાર્ગીય રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, જેનાં પગલે આ માર્ગને વનવે કરી દેવામાં આવ્યો છે. આ વેળાએ ગત ઢળતી બપોરે આ ગમખ્વાર અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

સૌરાષ્ટ્રના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના લેવા પટેલ સમાજના એક જ પરિવારના સભ્યો ભાડેથી ઈકો કાર કરી રાપરના મોરાગઢ ખાતે મોમાઈ માતાજીનાં દર્શને ગયા હતા. ત્યાંથી દર્શન કરીને પરત રાજકોટ બાજુ જઈ રહ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ઈકો કારમાં સવાર ભાવેશ દેવશી ખાત્રા (ઉ.વ. 48) અને તેમના પત્ની ભાવનાબેન (ઉ.વ. 45), પુત્ર રૂદ્રકુમાર (ઉ.વ. 14) તથા સોનલબેન અમિત ગોરસિયા (ઉ.વ.40), અંબાબેન દેવજી વઘાસિયા (ઉ.વ. 60) અને કારચાલક બહાદૂરભાઇ (ઉ.વ. 35)નાં મોત થયાં છે, જ્યારે ઘાયલ વેદ ભાવેશ (ઉ.વ. 11) અને ગ્રંથ અમિત ગોરસિયાને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં, જ્યારે ઘાયલ વિધિશા પ્રવીણ ખાત્રા (ઉ.વ. 20)ને ભુજની ખાનગી હોસ્ટિલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

આ જીવલેણ અને ગોઝારા બનાવમાં ઘવાયેલાઓને સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યારે પાંચ લોકોનાં બનાવ સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં જયારે વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ઈકો કાર રાજકોટ બાજુ જઈ રહી હતી. વનવે ઉપર સામેથી આવતા ટ્રેઈલરમાં ધડાકાભેર આ ગાડી ભટકાઈ હતી. જેમાં ગાડીનો બુકડો બોલી ગયો હતો અને ગાડીમાં બેઠેલા તમામને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગમખ્વાર અકસ્માત બાદ વનવે માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસે લોકોના સહયોગથી અકસ્માતગ્રસ્ત વાહનો બાજુએ મૂકી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. આ માર્ગ પર અકસ્માત કરતી વેળાએ દિશા સૂચન બોર્ડ કે અન્ય કોઈ ચિહ્ન મૂકવામાં આવ્યા નહોતા. આ ધોરીમાર્ગ ઉપર જ્યારે પણ મરંમત કરાય છે ત્યારે આવા દિશાસૂચક બોર્ડે આડશ મૂકવામાં આવતી નથી, જેના કારણે લોકોને પોતાની મહામૂલી જિંદગી ખોવાનો વારો આવતો હોય છે, તેવું જાણકાર લોકોએ જણાવ્યું હતું.

એક સાથે છ અર્થી ઉઠી: ગામ સ્વયંભુ બંધ

કચ્છના ભચાઉના લાકડીયા નજીકના ધોરીમાર્ગ પર ગઈ કાલે મંગળવારે સાંજે ટ્રક (ટ્રેલર) અને ઇક્કો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 3 લોકો ગંભીર ઈજા થવા પામી હતી ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા..

અકસ્માતની આ ગોઝારી ઘટનાને લઈના મૃતકોની સ્મશાન યાત્રા નિકળે એ પહેલા આજે વહેલી સવારથી જ ગ્રામજનોમાં પણ શોકનું મોજુ ફરી વૈયું હતું અને ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો.

વૈદ ખાતરાને નીટમાં સારા માર્કસ પ્રાપ્ત થતાં પરિવાર દર્શને ગયો’તો

અકસ્માતની ઘટનાનો ભોગ બનેલ અને હાલમાં ભૂજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વૈદ ભાવેશભાઈ ખાતરાએ માતા,પિતા,નાનાબાઈ સહિતના લોકોની છત્રછાયા ગુમાવી છે.ત્યારે વૈદ ખાતરા રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.અને તેમણે આપેલ નીટની પરિક્ષામાં 720 માર્કસમાંથી 691 માર્કસ મેળવીને ઉતીર્ણ થયો હતો આ સાથે જ ખાતરા પરિવાર અને દેરડી(કુંભાજી) ગામનું ગૌરવ વધાર્યુ હતું.તો બીજી તરફ વૈદને નીટમાં ટોપ નંબરના સારા માર્કસ પ્રાપ્ત થતા તેમના પરિવારજનો કચ્છમાં પોતાના કુળદેવી શ્રી મોમાઈ માતાજી મંદિરે દર્શનાર્થે ગયા હતા.બાદમાં પરત ફરતી વેળાએ અકસ્માતનો ભોગ બન્યા હતા.જેમને લઈને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો : કારચાલક પણ મોતને ભેંટ્યો

ઈકો કારમાં સવાર ભાવેશ દેવશી ખાત્રા (ઉ.વ. 48) અને તેમના પત્ની ભાવનાબેન (ઉ.વ. 45), પુત્ર રૂદ્રકુમાર (ઉ.વ. 14) તથા સોનલબેન અમિત ગોરસિયા (ઉ.વ.40), અંબાબેન દેવજી વઘાસિયા (ઉ.વ. 60) અને કારચાલક બહાદૂરભાઇ (ઉ.વ. 35)નાં મોત થયાં છે, જ્યારે ઘાયલ વેદ ભાવેશ (ઉ.વ. 11) અને ગ્રંથ અમિત ગોરસિયાને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં જ્યારે ઘાયલ વિધિશા પ્રવીણ ખાત્રા (ઉ.વ. 20)ને ભુજની ખાનગી હોસ્ટિલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ફોરલેનનું કામ ચાલુ હોવાથી વન-વે પર અકસ્માત સર્જાયો

ભચાઉના લાકડિયા નજીક પુલ ઉપર ચારમાર્ગીય રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, જેનાં પગલે આ માર્ગને વનવે કરી દેવામાં આવ્યો છે. જેના લીધે એક જ માર્ગ પર સામ-સામે વાહનો આવતા હોય દરમિયાન આ વેળાએ ગત ઢળતી બપોરે આ ગમખ્વાર અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહીત કુલ 6 લોકોના મોત નીપજતા અરેરાટી મચી જવા પામી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.