ફલેટની સિકયુરીટી ચેમ્બરમાં જ ચોરીનો પ્લાન ઘડયોહતો: એક ફરાર
શહેરનાં નાનામવા વિસ્તારનાં ઈસ્કોન હાઈટ્સના બે ફલેટમાં અઠવાડિયા પૂર્વે રૂ.૧૧ લાખની મતાની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી એપાર્ટમેન્ટના ચોકીદાર સહિત છ સાથીદારોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. એપાર્ટમેન્ટન સિકયુરીટી ચેમ્બરમાં જ ચોરીનો પ્લાન બનાવ્યાનું જાણવા મળ્યું હતુ પોલીસે આરોપી સહિત ચોરીનો મુદામાલ કબ્જે કરી વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઈસ્કોન હાઈટ્સમાં રહેતા પરિતોષભાઈ જયસુખભાઈ દેસાણીએ ગત તા.૨૮મી માર્ચના રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબતેમના ફલેટમાં અને એ જ એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય ફલેટના તાળા તોડી તસ્કરો રોકડ અને દાગીના સહિત કુલ રૂ.૧૧ લાખની મતાની ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની જાણ થતા જ રાજકોટ તાલુકા પોલીસ મથકના પીએસઆ, એન.ડી. ડામોર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા એપાર્ટમેન્ટનો ચોકીદાર રાજેશ પદમ થાપા ગાયબ થઈ ગયો હતો. પોલીસે રાજેશ થાપાની ઓરડી તપાસતા રાજેશ થાપા અને તેના સાથીદારોએ મહેફીલ માણી ઘટનાને અંજામ આપ્યાનું જાણવા મળ્યું હતુ.
લાખોની ચોરીની ઘટના ઉકેલવા માટે પોલીસે મોબાઈલના લોકેશન ટ્રેસ કરી અલગ અલગ ટુકડીઓએ તપાસ હાથ ધરી હતી.
તપાસના પગલે પોલીસે મુખ્ય સુત્રધાર રાજેશ થાપા, સાથીદાર રામ પદમ થાપા અને સીલીભદ્રા એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા અમરસીંગ રમેસીંગ થાપાને ગાંધીધામ કચ્છમાંથી ઝડપી લીધા હતા. જયારે અન્ય ત્રણ સાથીદારો સુમન નરભોલા સારી અને નક્ષત્ર કોમ્પ્લેક્ષમાં નોકરી કરતા સંજય અમર પરિવારને કે.કે. હોલ નજીકથી તથા કિશોર લાલી બહાદૂરને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડયા હતા. જયારે અન્ય એક ફરાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.