બોગસ દસ્તાવેજ રજૂ કરતા પોલીસે યુવકોની ધરપકડ કરી !!!
છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ઘૂસણખોરીના બનાવો દીનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત ઉત્તર ગુજરાતના સાત યુવકો યુએસ કેનેડા બોર્ડર ઉપર ઝડપાઈ ગયા છે જેમાં મહેસાણાના છ જણાનો સમાવેશ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ લોકો દ્વારા ખોટા એટલે કે બોગસ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે બોર્ડર પાસે કાર્યવાહી કરાતા પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતના યુવકો ન્યૂયોર્કમાં ગેરકાયદેસર ખોરી કરતા ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ દ્વારા પકડવામાં આવ્યા હતા. જે યુવકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ જુલાઈના બીજા વીકમાં બોર્ડર ક્રોસ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ તેઓ ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા તમામ યુવકો ની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારોને પણ પ્રશ્ન પુછાય રહ્યા છે અને જેમાં પરિવાર દ્વારા એવા પણ જવાબ મળી રહ્યા છે કે તેઓ તેમની એ યાત્રા થી અજાણ છે.
અમેરિકા ની પોલીસ દ્વારા જે પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમાં એ વાતની સ્પષ્ટતા થઈ છે કે આ તમામ સાત યુવકો દ્વારા જે બોગસ સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યા હતા તે મહેસાણાના લોકલ એજન્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેમાં દિલ્હીનો એક એજન્ટ પણ સહભાગી થયો છે. હાલ અમેરિકામાં હ્યુમન સ્મગલિંગનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે.
એપ્રિલ મહિનામાં કેનેડાથી બોટમાં બેસીને અમેરિકાની બોર્ડર ક્રોસ કરનારા છ ગુજરાતીઓને અમેરિકાની કોર્ટે છોડી મૂક્યા છે. આ તમામ હાલ જેલમાં બંધ છે, કાયદાકીય કાર્યવાહી પૂરી કર્યા બાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે. 28 એપ્રિલે તેમની બોટ અમેરિકાની હદમાં કાતિલ ઠંડી વચ્ચે નદીમાં ડૂબી રહી હતી તે જ વખતે સ્થાનિક પોલીસની એક ટુકડીએ પહોંચીને તમામ લોકોને ડૂબતા બચાવી લીધા હતા.
ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ગેરી એલ. ફાવરોએ તમામ છ યુવકોને ટકોર કરી હતી કે તેઓ અમેરિકામાં આવવા માટે ગેરકાયદે રસ્તો ક્યારેય ના અપનાવે. જજે તેમને એવી સલાહ પણ આપી હતી કે માનવ તસ્કરોને માત્ર પૈસાથી જ લેવાદેવા હોય છે અને તેમના જેવા લોકોના જીવની કોઈ પરવાહ નથી હોતી.