સ્કોર્પીયોમાં પરાપીપળીયા અને ગવરીદળ લઇ જઇ લમણે રિવોલ્વર તાકી ‘તારા છોકરાને હાજર કરી દે’ કહી બેરહેમીથી માર માર્યો

જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર પાસેના એસઆરપી કેમ્પમાં રહેતા એસઆરપીમેનનું એસઆરપીમેનના પુત્ર સહિત છ શખ્સોએ પ્રેમ પ્રકરણના કારણે સ્કોર્પીયોમાં અપહરણ કરી પરાપીપળીયા અને ગવરીદળ લઇ જઇ લમણે રિવોલ્વર તાકી બેરહેમીથી માર મારી ‘તારા પુત્રને હાજર કરી દે નહીતર પરિવારને પતાવી દેવાની ધમકી દઇ જ્ઞાતિ અંગે હડધૂત કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પમાં રહેતા અને એસઆરપીમેન ભૂપતભાઇ કાળાભાઇ સાગઠીયા નામના પ્રૌઢનું એસઆરપી કેમ્પ પાસેથી સાગર રાયધન લાવડીયા, ભપત અને ચાર અજાણ્યા શખ્સોએ સ્કોપીઈયોમાં અપહરણ કરી પરાપીપળીયા અને ગવરીદળ લઇ જઇ પાઇપથી માર મારી જ્ઞાતિ અંગે હડધૂત કર્યાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

એસઆરપી કેમ્પમાં શોપીંગ મેનેજર તરીકે ફરજ બજાવતા ભૂપતભાઇ સાગઠીયાના પુત્ર વિજય સાગઠીયા એસઆરપીમેન રાયધન લાવડીયાની પુત્રી પાયલનું ચારેક માસ પહેલાં પ્રેમ લગ્ન કર્યા બાદ મેરેજ સર્ટીફીકેટ ઘરે મુકી ભાગી ગયા હોવાથી રાયધન લાવડીયાના પુત્ર સાગર લાવડીયા તેના મિત્ર ભરત અને ચાર અજાણ્યા શખ્સોએ અપહરણ કરી લમણે રિવોલ્વર તાકી પાઇપથી માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ભૂપતભાઇ સાગઠીયા વેપારીનું પેમેન્ટ કરી બપોરે એકાદ વાગે એસઆરપી કેમ્પ ખાતે આવ્યા ત્યારે સાગર લાવડીયાએ મોબાઇલમાં તેના મિત્રો સાથે વાત કરતા સ્કોર્પીયોમાં રહેલા ચાર અજાણ્યા શખ્સોએ હોન્ડાને ઠોકર મારતા ભૂપતભાઇ સાગઠીયા પડી ગયા હતા તે દરમિયાન સાગર અને ભરત ત્યાં આવી ગયા હતા અને તેઓને ઉઠાવી સ્કોર્પીયોમાં બળજબરીથી બેસાડી દીધા હતા.

ભૂપતભાઇ સાગઠીયાને પ્રથમ પરાપીપળીયા લઇ ગયા બાદ માર મારતા લોકોના ટોળા એકઠાં થઇ જતા ત્યાંથી ગવરીદળ લઇ જઇ ‘તારો દિકરો વિજય અમારી બહેન પાયલને ભગાડી ગયો છે. તે કયાં છે તેને હાજર કરી દે’ તેમ કહી લમણે રિવોલ્વર તાકી આખા પરિવારના ખૂન કરવાની ધમકી દઇ પાઇપથી બેરહેમીથી માર મારી ગવરીદળ ખાતે જ મુકી તમામ શખ્સો ભાગી ગયા હતા.

ભૂપતભાઇ સાગઠીયાએ ૧૦૮ની મદદથી સારવાર માટે હોસ્પિટલ દાખલ થયાની એસઆરપી કંટ્રોલ‚મમાં જાણ કરતા એસઆરપીના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને યુનિવર્સિટી પોલીસ મથકને જાણ કરવામાં આવતા પી.આઇ. એમ.ડી.ચંદ્રાવાડીયા અને રાઇટર શૈલેષપરી ગોસાઇએ ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.