લક્કી ક્રિક પાસે બે દિવસ પહેલાં બે બોટ મળી રેઢી મળી આવતા બીએસએફ, કસ્ટમ અને ડીઆરઆઇ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની દરિયામાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી એક કિલો ડ્રગ્સ ઝડપી લીધું
કચ્છના જખૌ દરિયા કિનારે પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા દ્વારા ડ્રગ્સનો જથ્થો ઉતારવામાં માટે મહત્વનું સેન્ટર બની ગયું હોય તેમ બીએસએફના સ્ટાફે રૂ.૫ કરોડની કિંમતના એક કિલો ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની શખ્સોને ઝડપી ભૂજ ખાતેના જોઇન્ટ ઇન્ટ્રોગેશન ખાતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
કચ્છના જખૌ નજીકના પિંગલેશ્ર્વર, સિરક્રીક, હરામીનાલા, છછી અને લક્કી ક્રિક વિસ્તાર પાકિસ્તાન દરિયાઇ માર્ગે સાવ નજીક હોવાથી પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ અવાર નવાર ડ્રગ્સ સપ્લાય કરી રહ્યા છે. બે દિવસ પહેલાં જખૌના દરિયામાંથી પાકિસ્તાનની બે બોટ રેઢી મળી આવતા કસ્ટમ, બી.એસ.એફ. અને ડી.આર.આઇ. તેમજ પોલીસ સ્ટાફ સતર્ક બની ગયો હતો. અને દરિયામાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
આંતકી સંગઠનો દ્વારા કચ્છ વિસ્તારમાંથી ઘુસણખોરી થતી હોવાથી સુરક્ષા જવાનો કચ્છના સંવેદનશીલ વિસ્તારમાં અવાર નવાર ચેકીંગ કરી આંતકીઓના ભાંગફોડના મલીન ઇરાદાઓને નિષ્ફળ બનાવી રહ્યા છ. ત્યારે જખૌ પાસેથી મળી આવેલી પાકિસ્તાનની બે બોટમાં ઘુસણખોરી થયાની શંકા સાથે સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન છ જેટલા પાકિસ્તાની શખ્સોને ભારતીય જળ સીમામાંથી રૂ.૫ કરોડના એક કિલો ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.
બીએસએફના સ્ટાફે છ પાકિસ્તાની શખ્સોને રૂ.૫ કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી ભૂજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ એટીએસની ટીમ દ્વારા પણ તપાસમં ઝંપલાવી ડ્રગ્સનો જથ્થો કંઇ રીતે લાવ્યા અને કચ્છમાં કોને આપવાના હતા તે અંગેની વિગતો લાવવા છ ડ્રગ્સ સપ્લાયરની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જખૌ પાસેથી ગત તા.૨૧ મેના રોજ રૂ.૫૦૦ કરોડના ૧૯૪ ડ્રગ્સના પેકેટ સાથે છ પાકિસ્તાની શખ્સોને ઝડપી તેની પાસેથી અલ મદીના બોટ કબ્જે કરવામાં આવી હતી. ત્યારે પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયરોએ ડ્રગ્સનો કેટલોક જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો અને તે પહેલાં લેન્ડ કરાયેલો ડ્રગ્સનો જથ્થો ઉત્તર ભારતના રાજયમાં પહોચતો કર્યાનું બહાર આવ્યું હતું. તેમજ ૨૦૧૭ના જુલાઇ માસમાં પાકિસ્તાનના દરિયામાંથી એટીએસના સ્ટાફે ૧૫૦૦ કિલો હેરોઇન સાથે ૧૨ જેટલા વિદેશી શખ્સોને ઝડપી લીધા હતા.