સલમાન, શાહરુખ અને આમિર ખાને બધા જ યુવાનોને સિક્સ-પેક ઍબ્સ બનાવીને કામે લગાડી દીધા. યુવાનો સિક્સ-પેક ઍબ્સ બનાવવા જિમમાં પરસેવો પાડે છે અને ન બને તો સજ્ર્યન પાસે પહોંચી જાય છે. કોસ્મેટિક સજ્ર્યન અને ટ્રેઇનર પાસેથી જાણીએ સિક્સ-પેક ઍબ્સ બનાવવા માટે યુવકોની લાલસા
જેવી રીતે કરીના કપૂરે ઝીરો ફિગર ટ્રેન્ડ શરૂ કર્યો હતો એવી જ રીતે બોલીવુડની ખાનત્રિપુટીએ સિક્સ-પેક ઍબ્સનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો જે આજે પણ ચાલે છે. આજની પેઢીની તુલના ટેક્નોલોજી સાથે થાય છે. યુવાનોની માનસિકતા પણ એવી જ છે કે એક ટચ થાય અને બધું જ પોતાની મરજી મુજબનું થઈ જાય. આજે જ્યારે શારીરિક દેખાવ અતિમહત્વનો બન્યો છે ત્યારે પણ યુવાનો ઇચ્છે કે એક ટચમાં તેમનો યોગ્ય થઈ જાય. સિક્સ-પેક ઍબ્સ બનાવવા પાછળ ઘેલા યુવાનો જિમથી કંટાળી જાય ત્યારે તરત જ ડોક્ટર પાસે પહોંચી જાય છે, કારણ કે ડોક્ટર પણ સિક્સ-પેક ઍબ્સ બનાવી શકવા સક્ષમ છે. એવી જ રીતે મહિલાઓમાં પણ સિક્સ-પેક ઍબ્સ તો નહીં પરંતુ આવા પ્રકારની સર્જરી થાય છે. જાણીને નવાઈ લાગી તો આગળ વધુ વાંચો…
કોસ્મેટિક સજ્ર્યન ડો. વિનોદ વિજ પાસે છેલ્લા થોડાક સમયથી ઍબ્સ-સર્જરી માટે યુવાનોનો ધસારો થઈ રહ્યો છે. તેઓ કહે છે, સિક્સ-પેક ઍબ્સની સર્જરીમાં હાઈ ડેફિનિશન લિપોસક્શન હોય છે. આ સર્જરી માટે આદર્શ વજન હોવું જરૂરી છે. વધારે વજન હોય તો સર્જરી શક્ય નથી. વધારે વજન હોય તો પણ એમાંથી માત્ર ૨-૩ લીટર ફેટ જ કાઢી શકાય. ૧૦-૧૫ લીટર ફેટ કાઢવી શક્ય ન બને. હાઇટ પ્રમાણે આદર્શ વજન હોય તો સર્જરી કરી શકાય. સર્જરીમાં ચારેક કલાક લાગે છે અને વ્યક્તિ એ જ દિવસે ડિસ્ચાર્જ થઈ શકે છે. ત્યાર બાદ સિક્સ-પેક ટકાવી રાખવા જીવનશૈલી પર ખાસ ધ્યાન રાખવું પડે છે.
આ સર્જરી માટે એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે એમ જણાવતાં ડો. વિનોદ વિજ કહે છે, આ સર્જરી માટે આવતા લોકોની ઉંમર ૩૦થી ૪૫ સુધીની હોય છે. એનાથી મોટી ઉંમરના લોકોમાં આ સર્જરી કરવાનું જોખમ ન લઈ શકાય. મોટા ભાગે શો-બિઝમાં હોય અને એવા પ્રોફેશનમાં જ્યાં તેમને બોડી બતાવવી પડતી હોય એવા લોકો જ આવે છે. કોલેજ બોય્સ કે સામાન્ય લોકો બહુ ઓછા હોય છે. ગલ્ર્સ સિક્સ-પેક માટે નહીં પરંતુ સેન્ટ્રલ એચિંગ માટે આવે છે. એમાં કમરનો ભાગ પાતળો કરવા માટે આવે છે. મોટા ભાગે સિંગલ વુમન જ હોય છે, મધર નથી આવતી. તેમની ઉંમર પણ ૩૦થી ૪૫ સુધીની હોય છે. એનો ખર્ચ પણ એકથી દોઢ લાખ રૂપિયા જેટલો લાગે છે.
જેઓ આટલા પૈસા ખર્ચી શકે એમ ન હોય તેઓ જિમ અને ટ્રેઇનરનો સહારો લેતા હોય છે. ત્યારે જાણીએ કે પર્સનલ ટ્રેઇનર સિક્સ-પેક ઍબ્સ પર શું કહી રહ્યા છે. ૧૬ વર્ષથી પર્સનલ ટ્રેઇનર તરીકે કામ કરતા રોકી સી. કહે છે, સિક્સ-પેક ઍબ્સ માટે વર્કઆઉટ વધારે લાગે છે. પ્લસ એમાં ધીરજની બહુ જ જરૂર પડે છે. છ મહિનામાં ઇચ્છનીય સિક્સ-પેક ઍબ્સ ન મળી શકે. લોકોને આજે બધું જ બહુ જોઈએ. ત્વરિત અસર મેળવવા તેઓ ક્યાં તો સ્ટેરોઇડનાં ઇન્જેક્શન અને લિપોસક્શન તરફ વળે છે જે હું હેલ્ધી નથી માનતો. મારી પાસે થોડા સમય પહેલાં ૪૪ વર્ષની વ્યક્તિ સિક્સ-પેક ઍબ્સ માટે આવી હતી. અઢી વર્ષની મહેનત પછી તેમને ઇચ્છનીય પરિણામ મળ્યું હતું. મેલ અને ફીમેલ મોડલ ફોટોશૂટ કે શૂટ હોય ત્યારે તેમના સિક્સ-પેક ઍબ્સ કેવી રીતે બતાવી શકે એના માટે પણ દિવસ પૂરતો ડાયટ-પ્લાન હોય છે. એટલે ધીરજ સાથે તમે હેલ્ધી માર્ગે સિક્સ-પેક ઍબ્સ બનાવી શકો છો, પરંતુ ધીરજની કમી તમને ડોક્ટર પાસે દોરી જાય છે. ઇચ્છનીય મેળવવા માટે ફીમેલ પણ આવે છે, પરંતુ તેમના સિક્સ-પેક ઍબ્સમાં ન ગણી શકાય. સામાન્ય રીતે છાતીના ભાગને ભરાવદાર અને કમરના ભાગથી નીચેના ભાગને સ્લિમ બનાવવાનો હોય છે.