ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા તાજેતરમાં જાહેર થયેલ માસ્ટર ઓફ એન્જીનીયરીંગના સેકન્ડ સેમેસ્ટર પરિણામમાં વી.વી.પી.નો દબદબો યથાવત રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં સેક્ધડ સેમેસ્ટર એમ.ઇ.નું પરિણામ ૬૬.૮૯ ટકા રાજકોટ ઝોનનું પરિણામ ૬૩.૪૩ ટકા જયારે વી.વી.પી.નું ૭૧.૦૫ ટકા પરિણામ આવેલ છે. આમ વીવીપી ઇજનેર કોલેજ બી.ઇ. હોય કે એમ.ઇ. પરિણામ તો વી.વી.પીનું સમગ્ર ગુજરાતમાં ટોપ ટેનમાં વી.વી.પી.ના ૧૦ માંથી ૬ વિઘાર્થીઓ આવેલ છે.
કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિઘાર્થી ઉપાઘ્યાય વિહા શૈલેષભાઇ સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે, વેકરીયા દર્શના વસંતભાઇ સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે, સેતા વિધી સુરેશભાઇ સમગ્ર ગુજરાતમાં સાતમાં ક્રમે. ઇલકેટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશનના વિઘાથી સિઘ્ધપરા પાયલ પ્રવિણભાઇ સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે, સંઘાણી હાર્દિક રમેશચંદ્ર સમગ્ર ગુજરાતમાં ચોથા ક્રમે, જયારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિઘાર્થી વસોયા નિરાલી સમગ્ર ગુજરાતમા સાતમાં ક્રમે આવેલ છે.
વિઘાર્થીઓની આ સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, કોમ્પ્યુટર વિભાગના વડા ડો. તેજસભાઇ પાટલીયા, ઇલેકોનીકસ એન્ડ કોમ્યુનીકેશન વિભાગના વડા ડો. પરેશભાઇ ધોળકીયા, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વડા પ્રો દર્શનાબેન પટેલ તેમજ તમામ અઘ્યાપકગણ તથા વીવીપીના તમામ શુભેચ્છાઓ સાથે ઉજજવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યકત કરી છે.