- અમેરિકામાં 1954 માં સૌ પથમ સફળ જીવંત અંગ દાન પ્રત્યારોપણ કરાયું હતું: એક વ્યક્તિ અંગદાન કરીને સાત લોકોને જીવન આપી શકે : આપણાં દેશમાં લિવરના ડોનરના અભાવે બે લાખથી વધુ મૃત્યુ
- અંગદાન બે પ્રકારોમાં એક લિવિંગ ઓર્ગન ડોનેશન અને બીજું મૃત્યુ પછી અંગદાન ગણાય છે: જીવિત અને મૃત વ્યક્તિના અંગદાનમાં ઘણો તફાવત છે
આંકડા મુજબ દર વર્ષે દર્દીઓને દોઢ લાખ કિડનીની જરૂરીયાત સામે માંડ 4 હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે, આવી જ સમસ્યા લીવર-સ્વાદુપિંડ અને આંખ માટેની છે, બ્રેઇન ડેડ વ્યક્તિ તેના અંગોનું દાન કરીને આઠ વ્યક્તિનું જીવન બચાવી શકે છે.
અંગદાનની જાગૃતિ આપણાં દેશમાં ઓછી છે. દેશમાં ચોક્કસ નીતીના અભાવે અંગદાનની પ્રણાલી સામે પડકારો ઉભા થયા છે. ઇંગ્લેન્ડમાં તો સ્વાદુપિંડ અને કિડની એમ બંને અંગોનું એક સાથે ટ્રાન્સપ્લાન્ટ થાય છે. દર વર્ષે ઓગષ્ટ માસમાં અંગદાન જાગૃતિ સપ્તાહની ઉજવણી કરાય છે. જાગૃતિના અભાવને કારણે, અંગદાન મેળવવાની નિષ્ફળતાને કારણે દેશમાં હજારો લોકો મોતને ભેટે છે.
વિશ્વનાં દેશોમાં આ બાબત જનજાગૃતિ છે જ્યારે આપણાં દેશમાં તેનો અભાવ જોવા મળે છે. દર ચાલીસ લાખે એક વ્યક્તિ અંગદાન કરે છે. પૌરાણિક શાસ્ત્રોમાં પણ શંકર-પાર્વતીના પુત્રના શિરછેદ બાદ હાથીનું મસ્તક ગણેશ ઉપર લગાવે છે, જે વિશ્વનું પ્રથમ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હશે. આપણા વેદો-પુરાણોમાં ઋષી દધિચીના અસ્થિ, સુસૃત-ચરકની પ્લાસ્ટીક સર્જરીની વાતોનું પ્રમાણ મળે છે. આપણાં મૃત્યુ બાદ આપણું શરીર પંચમહાભૂતમાં ભળી જ જવાનું છે, એના કરતાં બીજાના જીવન ઉજાગર કરવામાં કે શોધ સંશોધનમાં આપણું શરીર કામ આવે એ જ સૌથી મોટી જીવન સેવા ગણાશે.આપણે દાન તો કરતાં જ હોય છે, પણ અંગદાનનો સંકલ્પ સૌથી મોટું દાન છે. અંગદાન કરવાને અને ઉંમરને કાંઇ સંબંધ નથી. કોઇપણ વ્યક્તિ સ્વસ્થ હોય તો અંગદાન કરી શકે છે. હવે તો સરકારે આર.ટી.ઓ. ડ્રાઇવિંગ લાયસન્સ લેતી વખતે રીન્યૂ વખતે પણ આપ અંગદાનનો સંકલ્પ કરી શકો છો. ઓર્ગન શોર્ટેજને કારણે દર 17 મીનીટે એક મૃત્યુ થાય છે.
એક વ્યક્તિના અવયવ દાનથી 8 લોકોને નવજીવન મળે છે. મૃત્યુ બાદ ચક્ષુદાન અને બ્રેઇન ડેડ બાદ અવયવ દાન કરવું જોઇએ. આપણે ત્યાં બ્લડ ડોનેશનની જાગૃતિ બહુ જ છે પણ ઓર્ગન ડોનેશનની ઓછી છે. અવયવદાન-મહાદાનવિદેશોની સરખામણીએ ભારતમાં અંગદાનની બાબતમાં ભારે ઉદાસીનતા છે. જેના માટે મોટા ભાગે ધાર્મિક માન્યતાઓ કારણભૂત છે. વાસ્તવિકતાએ છે કે અંગદાનએ પુણ્યનું કામ છે. બ્રેઇન ડેડ થયેલી વ્યક્તિ પોતાના અંગદાનથી અન્યોની જીંદગી બચાવી શકે છે. જેમાં હૃદય, કિડની, લીવર, ફેફ્સા, સ્વાદુપિંડ, નાના આંતરડા જેવા અંગોનું દાન કરી શકે છે. બે પ્રકારે દાનમાં લાઇવ અને આ બ્રેઇન ડેડ પ્રકારે અંગોનું દાન કરી શકે છે.
શરીરના વિવિધ અંગો સાથે નસ, હૃદ્નયનાં વાલ્વ, હાડકાના કોષો, કોર્નિયા આંખો વિગેરે પણ ડોનેટ કરી શકીએ છીએ. ભારતમાં અંગદાન માટેનો કાયદો બનાવાયો છે. આ માટે એનઓટીટીઓ-નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનની રચના કરાય છે. પરિવાર અને નજીકના સંબંધીઓ એક-બીજાને ઓર્ગન ડોનેટ કરી શકે છે.ભારતમાં લગભગ દોઢ લાખ લોકોને કિડનીની જરૂર છે પણ 3000 ડોનેટ થાય છે. 70% લોકો તો પ્રતિક્ષાયાદીમાં જ મૃત્યુ પામે છે. એવું જ લિવરની બાબતમાં છે કે 25 હજારની જરૂરીયાત સામે માત્ર 800 ડોનેટ થાય છે. મા-બાપની સંમતિ લઇને બાળકનાં અંગોનું દાન પણ કરી શકાય છે.કોઇપણ વ્યક્તિ 100 વર્ષ સુધી આંખ,ચામડી, 70 વર્ષ કિડની સુધી કિડની, લિવર, 50 વર્ષ સુધી હૃદય, ફેફ્સા અને 40 વર્ષ સુધી હૃદ્નયનાં વાલ્વનું દાન કરી શકે છે. ઘણા લોકો એવું માનતા હો છે કે ટ્રાન્સપ્લાન્ટેશન અને હ્યુમન ઓર્ગન ખરીદ-વેંચાણ થઇ શકે પણ આ ખોટું છે. તેના ઉલ્લંઘન કરનારાને દંડ તેમજ જેલની જોગવાઇ છે.
દુનિયામાં સ્પેન 46.9 ટકા ઓર્ગન ડોનેટ સાથે વિશ્વમાં પ્રથમ નંબરે છે બાદમાં પ્રથમ પાંચમાં પોર્ટુગલ, બેલ્જિીયમ, ક્રોએશિયા અને યુ.એસ.ચીન અને ભારત આવે છે. વિશ્વમાં પ્રથમવાર રોનાલ્ડ હેરિ કે તેના ભાઇને કિડની દાન 1954માં કરી હતી. ભારતમાં પણ ખૂબ જ વિકસતા કોર્નિયલ ડોનેશન પ્રોગ્રામ છે, પણ બ્રેઇન ડેથ પછીનું ડોનેશન અપેક્ષા કરતાં ઓછું છે. 1994માં ધ ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન એક્ટ નામથી કાયદો બનાવ્યો છે. બધા રાજ્યોમાં અમલ સાથે 2011માં સુધારા બાદ 2012નું વર્ષ આ કાર્યક્રમનું સૌથી શ્રેષ્ઠ વર્ષ હતું.
બધા જ રાજ્યો આ બાબતે કાર્યરત છે પણ લોકજાગૃતિનાં અભાવે લોકો આગળ આવતા નથી. સરકારે મંજૂરી પણ આપી દીધી છે કે જે તે જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં આવા સેન્ટરો ઉભા કરવા પણ હજી થયા નથી. યુવા વર્ગમાં જાગૃતિ લાવવા ઘણી સંસ્થાઓ પ્રવૃતિ પ્રોજેક્ટો ચલાવે છે. જેના થકી હવે લગ્ન પ્રસંગે, જન્મદિવસે લોકો અંગદાનનો સંકલ્પ લેવા લાગ્યા છે, પણ આ કોઇ એકલ-દોકલનું કામ નથી, માસ લેવલે તમામ નાગરિકો જોડાઇને જાગૃતિનો યજ્ઞ કરવો પડશે. યુવા વર્ગ જ આમાં શ્રેષ્ઠ કાર્ય કરી શકે એમ છે.
મૃત્યુ પછી આપણાં અંગોથી કોઇ બીજુ જીવી શકે એ વાત વિચારવાની સાથે જ આશા-આનંદ જન્માવે છે. સામાન્ય વાત આંખના કોર્નિયાની જોઇએ તો વર્ષે બે લાખ કોર્નિયા ભારતમાં જોઇએ પણ 50 હજાર માંડ આવે છે. આવા જુદા-જુદા અંગોની રાહ જોતા પાંચ લાખ લોકો મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે હજારા લોકોના મૃત્યુ ઓર્ગન ફેઇલ થવાથી થાય છે, ત્યારે જો તેમને સમયસર આવા અંગોનું દાન મળી ગયું હોત તો, તે બચી શક્યા હોત. આપણે અકસ્માતમાં લાખો લોકોના મૃત્યુ થાય છે જેમાં તેને બ્રેઇન ઇન્જરીથી મોત થાય છે. તેના બાકીના અંગો જેમ કે આંખ વિગેરે જે આપી શકાતુ હોય તે આપવા લાગશે ત્યારે જ આપણી સાચી જનજાગૃતિ ગણાશે. ડોક્ટરોને શોધ-સંશોધન મળે પણ હ્યુમન બોડીની જરૂર પડે જે દેહદાન કોક કરે તો જ મેડીકલ કોલેજને બોડિદાન મળે, એ માટે પણ જાગૃતિ લાવવી પડશે.
ઓર્ગન ડોનેશનમાં વિશ્વમાં સૌથી જાગૃત દેશ ‘સ્પેન’
સમગ્ર વિશ્વમાં ઓર્ગન ડોનેશનની જનજાગૃતિ માટે વિવિધ આયોજન થઇ રહ્યાં છે. ઇંગ્લેન્ડમાં તો સ્વાદુપિંડ અને કિડની એમ બંને અંગોનું એક સાથે ટ્રાન્સપ્લાન્ટ થાય છે. સમગ્ર વિશ્વમાં આ બાબતની સૌથી વધુ જાગૃતિ સ્પેન દેશમાં જોવા મળે છે. ભારતમાં લગભગ દોઢ લાખ લોકોને કિડનીની જરૂર છે, પણ માત્ર ત્રણ હજાર જ કિડની ડોનેટ થાય છે. લિવરની બાબતમાં પણ આવું છે. જેમાં 25 હજારની જરૂરીયાત સામે માત્ર 800 ડોનેટ થાય છે. મા-બાપની સંમતિ લઇને નાનકડા બાળકોનું અંગદાન પણ લઇ શકાય છે.