- હાથીખાના મેઇન રોડ પર દુકાન ધરાવનાર શૈલેષ પાલાએ વેચાણ માટે સોનું લીધા બાદ દુકાન-ઘરને તાળા મારી ફરાર: એ ડિવિઝનમાં ફરિયાદ કરાઇ
સોની બજારમાંથી બંગાળી કારીગરો સોનુ લઈને છું થઇ જતાં હોય તે વાત તો હવે સામાન્ય બની ગઈ છે પણ વેપારી જ સોનુ લઈને ફરાર થઇ જાય તેવી ઘટનાઓ જૂજ બનતી હોય છે. તેવો જ એક બનાવ સોની બજારમાં બન્યો છે. જેમાં એક વેપારી છ જેટલાં ઝવેરીઓનું આશરે રૂ. 2 કરોડનું સોનુ લઈને ફરાર થઇ જતાં સોની બજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સોની બજારમાંથી સોનુ લઈ સામાન્ય રીતે કારીગરો ફરાર થઈ જતા હોવાના બનાવો સમાયાંતરે બનતા રહે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં વેપારી પણ મોટી રકમનું સોનુ લઈ રફુચક્કર થઈ ગયાના બનાવ સોની બજારમાં બની ચૂક્યા છે. ત્યારે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે છ વેપારીઓનું બે કરોડનું સોનું લઇ સોની વેપારી શૈલેષ પાલા પલાયન થઈ જતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ અંગે વેપારી દ્વારા સોનું લઈ નાસી ગયેલા વેપારી સામે ફરિયાદ અરજી આપવામાં આવી છે. જેના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી કરોડોનું સોનુ લઇ ફરાર થયેલા વેપારીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અંગે જાણવા મળતી વિગતો મુજબ, હાથી ખાના મેઇન રોડ પર સિલ્વર માર્કેટમાં દુકાન ધરાવનાર વેપારી હિતેષભાઇ પારેખ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં છેલ્લા 20 વર્ષથી હાથીખાના મેઇન રોડ પર દુકાન ધરાવી સોનાના દાગીનાનો વેપાર કરે છે તેમની દુકાનની સામે શૈલેષ હરગોવિંદભાઈ પાલા (ઉ.વ 35 રહે. લક્ષ્મીવાડી મેઇન રોડ સ્નેહ એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર 201, રાજકોટ)ની દુકાન આવેલી છે. તે પણ સોનાના દાગીના ખરીદ વેચાણ કરે છે.
વેપારી શૈલેષ પાલાને આશરે બે થી ત્રણ મહિનાથી ઓળખતા હોય અને તેની સાથે અવારનવાર સોનાના દાગીનાનું ખરીદ વેચાણ કરતા હોય દરમિયાન શૈલેષભાઈને આજથી બાર એક દિવસ પૂર્વે કટકે કટકે 550 ગ્રામ સોનાનો તૈયાર દાગીના જેમાં કાનની બાલી તથા માળા વેચવા માટે આપેલ. જેમાંથી શૈલેષભાઈએ અરજદારની 150 ગ્રામ સોનુ ફાઇન કટકે કટકે પરત આપેલ અને બાકી રહેલું 400 ગ્રામ સોનુ લેવા માટે તેઓ જતાં તેણે સાંજે સોનુ લઈ જવા માટેનો સમય આપ્યો હતો. જેથી ફરિયાદી પોતાની દુકાને પરત આવી ગયા હતા.
બાદમાં સાંજના છેક વાગ્યે શૈલેષની દુકાને જતા અહીં સોની પંકજ ઉધવજીભાઈ લુંભાણી 50 ગ્રામ સોનાના દાગીના, તેજસભાઈ મનજીભાઈ પારેખ 300 ગ્રામ સોનાના દાગીના તથા હિતેશભાઈ રાજેન્દ્રભાઈ ગીરીયા 504 ગ્રામ સોનાના દાગીના સોની કૃણાલભાઈ હસમુખભાઈ સાગર 160 ગ્રામ સોનાના દાગીના અને સોની મિતભાઈ નરેન્દ્રભાઈ આડેસરા 140 ગ્રામ સોનાના દાગીના લેવા શૈલેષભાઈની દુકાને આવ્યા હતા અને બધા લોકોએ જણાવ્યું હતું કે, શૈલેષભાઈ અમારી પાસેથી સોના દાગીના વેચાણ કરવા માટે લઈ ગયા હતા જે સોનું અમે પરત લેવા આવ્યા છીએ. બાદમાં માલુમ પડ્યું હતું કે, આ શૈલેષ પાલાએ વેપારીઓ પાસેથી સોનાના દાગીના વેચાણ માટે લઇ પરત નહીં કરી આ દાગીના ઓળવી જઇ પલાયન થઈ ગયો છે.શૈલેષની તેની દુકાને તાળા લાગવા ઉપરાંત તેના ઘરે પણ તાળા લાગી ગયા હોય જેથી વેપારીઓ એકત્ર થઈ આ બાબતે ફરિયાદ કરવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
એ ડિવિઝન પોલીસ મથકમાં વેપારીઓએ પોતાનું કુલ 3154 ગ્રામ સોનું કિંમત રૂપિયા 1,96,70,000 આરોપી શૈલેષ પાલા ઓળવી ગયા અંગેની હકીકત જણાવતા આ બાબતે હાલ પોલીસે સોની વેપારી હિતેશભાઈ પારેખની ફરિયાદ અરજી લઇ પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં તપાસ આગળ ધપાવી છે.
કયાં વેપારીનું કેટલું સોનું ગયું?
શૈલેષ પાલા છ વેપારીનું બે કરોડનું સોનું લઇ ફરાર થઇ ગયો છે.જેમાં વેપારી હિતેશભાઇ પારેખનું 400 ગ્રામ સોનું, પંકજ ઉધવજીભાઈ લુંભાણી 50 ગ્રામ, તેજસભાઈ મનજીભાઈ પારેખ 300 ગ્રામ, હિતેશભાઈ રાજેન્દ્રભાઈ ગીરીયા 504 ગ્રામ, કૃણાલભાઈ હસમુખભાઈ સાગર 160 ગ્રામ,મિતભાઈ નરેન્દ્રભાઈ આડેસરા 140 ગ્રામ સોનું લઇ આ શખસ આ રફુચક્કર થઇ ગયો છે.
20 વર્ષથી પેઢી ધરાવતો હોય ઝવેરીઓએ વિશ્વાસમાં આવી આપેલું સોનુ લઈને શૈલેષ પાલા પલાયન
હાથીખાના મેઇન રોડ પર સિલ્વર માર્કેટમાં દુકાન ધરાવનાર વેપારી હિતેષભાઇ પારેખ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં છેલ્લા 20 વર્ષથી હાથીખાના મેઇન રોડ પર દુકાન ધરાવી સોનાના દાગીનાનો વેપાર કરે છે તેમની દુકાનની સામે શૈલેષ હરગોવિંદભાઈ પાલા (ઉ.વ 35 રહે. લક્ષ્મીવાડી મેઇન રોડ સ્નેહ એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર 201, રાજકોટ)ની દુકાન આવેલી છે. તે પણ સોનાના દાગીના ખરીદ વેચાણ કરે છે.