૬૦ જેટલા એજન્ટો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરાવવાનાં હાથા તરીકે પકડાયા
વિદેશી જવાની ઘેલછામાં જાનના જોખમે ધુષણખોરો માટે અમેરિકા પર ચારેકોરથી ભારે ધસારો રહે છે. કોઇપણ જાતની સત્તાવાર મંજુરી વગર અમેરિકાની સરહદે ઓળગવાનો પ્રયાસ કરનાર ૩૧૧ ભારતીયોને મેકસીકોમાંથી પાછા ખસેડી દેવામાં આવ્યા હતા.
બોઇંગ-૭૪૭ માં મોકલી દેવામાં આવેલા ૩૧૧ જેટલા ભારતીયો સાથેનો ૪૦૦ મુસાફરોનું વિમાન શુક્રવારે વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
મેકીસકોના નેશનલ માઇગ્રેસન ઇન્સ્ટીટયુટ દ્વારા જાહેર કર્યુ હતું. કે ૬૦ જેટલા એજન્ટો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ધુષણખોરી કરાવવાના હાથા તરીકે પકડાયા હતા. આ એજન્ટો અમેરિકામાં કાયદેસરના દસ્તાવેજી પુરાવા વગર બિન અમેરિકનોને કાયદેસરના વસવાટ માટે છેલ્લા થોડા મહિનાઓથી સક્રિય બન્યાં હતા.
સામુહિક રીતે અમેરિકામાંથી અવૈધ નાગરીકતા ધરાવતા લોકોને પાછા મોકલાવની કવાયતમાં બહાર આવેલી કરુણાંતિઓમાંથી એક ઘટનામાં ગયા જૂન મહીનામાં પંજાબી પરિવાર ગેરકાનુની રીતે એરિજોનાના રણમાંથી અમેરિકા, મેકિસકો સરહદ પાર કરતી વખતે રણમાં તીવ્ર ગરમીને કરણે લુ લાગવાથી એક છ વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ થયું હતુ ભારે તડકામાં આ બાળકીની માતા પાણી શોધવા ગઇ હતી તે દરમિયાન બાળકીનું ગેરકાનુની રીતે સરહદ પાર કરતી વખતે મૃત્યુ નિપજયું હતું. ગુરુપ્રિતકૌરનો મૃતદેહ બે ભારતીય મહિલાઓને અમેરિકાની સરહદ પર પકડી લેવામાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે એમ માતા અને તેણીના બે બાળકો થોડા કલાકો પહેલા તેમની સાથે હતો. જે હજુ મળ્યા નથી સુરક્ષાદળોએ કરેલી તપાસમાં એરીજોનાના રણમાંથી ગુરુપ્રિત કૌરનું મૃતદેહ મળી આવ્યું હતું. અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરવાના ઇરાદો, વસવાટ કરાવવાના વાયદા સાથે એજન્ટો એક એક વ્યકિત પાસેથી સંભવિત રીતે રપ થી ૩૦ લાખ રકમ વસુલીને મેકેસકોની યાત્રા અવૈધ રીતે અમેરીકાની સરહદ પાર કરાવી અમેરિકામાં મોકલી દેવાની ગેરંટી આપે છે. આ કિંમત મેકિસકો સુધીની વિમાનયાત્રા ભોજન અને એક અઠવાડીયાથી એક મહિનાના સમયગાળામાં અમેરિકા પહોંચાડી દેવાની વ્યવસ્થાનું વચન આપે છે. અમેરિકાના સુત્રોના જણાવ્યા મુજબ મેકિસકોના નેશનલ માઇગ્રેન ઇન્સ્ટીટયુટ દ્વારા આવા ગેરકાયદેસર રીતે પ્રવેશતા લોકો પકડીને ઓકસેકા બાજા, હેલિફોર્નિયી, વેરાક્રુઝ, સોનારા, મેકિસકો સીટી દુરાંગા અને તબાસકા રાજયોના સત્તાવાળાઓને સોંપી દેતા હોય છે.તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેકીસકોની સરહદમાં ધુસતા ગેરકાનુની વસાહતિઓ માટે આકરા વલણનો નિર્દેશ કર્યો હતો. મેકિસકોના ટોલિકા આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી ૩૧૧ ધુષણખોરોને લઇ રવાના થયેલું બોઇંગ ૭૪૩- ૪૦૦ દિલ્હીના વિમાન મથકે આજે શુક્રવારે વહેલી સવારે ઉતરી ચુકયું હતું. આઇએનએમ અધિકારીઓએ આ સફળ કાર્યવાહી અંગે ભારત સહીતના એશિયાના દેશોની એલચી કચેરીઓ વચ્ચેસંકલનના આભારી હોવાનું જણાવી અમેરિકાના કડક નાગરીક ધારાના અલમના ભાગરુપે આ કાર્યવાહી શક બની હોવાનું જણાવ્યું હતું.
પાછા મોકલી દેવાયેલા તમામને યુ.એસ.સત્તાવાળાઓએ આયાત કાલિન પ્રમાણપત્ર આપીને પ્રવાસ દરમિયાનના દસ્તાવેજો તરીકે ભારતીય નાગરીકો તરીકે ભારતમાં પ્રવેશ માટેના પુરાવા તરીકે ઉપયોગમાં આવી શકે આવા દસ્તાવેજો પાસપોર્ટ વીઝા ખોવાઇ જા અથવા તો ફાટી જાય તે માટે વૈકિલ્પ દસ્તાવેજો તરીકે ઇસ્યુ કરવામાં આવતા હોય છે મેકિસકો સત્તાવાળાઓ એ ઘુષણખોરો સામે મોટાપાયે અભિયાન શરુ કર્યુ છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેકિસકો સત્તાવાળાઓને અવૈધ ધુષણખોરોના પ્રવેક સામે ગંભી ચેતવણી આપી હતી.