ભરણ-પોષણના કેસમાં સમાધાન કરવા ઉદ્યોગનગર કોલોનીમાં ભંભાણી કાસ્ટીંગ નામના  કારખાને બોલાવી ધમકી દીધી’તી

ભરણ-પોષણના કેસમાં સમાધાન  કરવા ઉદ્યોગનગર કોલોનીમાં આવેલ ભંભાણી કાસ્ટીંગ નામના કારખાને  બોલાવી પરિણીતાને રાજકોટમાં રહેવું મુશ્કેલ કરી નાખશે તેવી ધમકી દીધાની  પૂર્વ કોર્પોરેટર સહિત છ સામે ફરિયાદ નોંધાતા  પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

બનાવની મળતી વિગતો મુજબ   રૈયા રોડ ઉપર ડ્રીમસીટીમાં દીકરી સાથે રહેતા મહેકબેન ભંભાણી  એ તેના પતિ લલીતકુમાર હકુમતભાઈ ભંભાણી, જમટમલ ભંભાણી, રાજેશ ભંભાણી, પૂર્વ કોર્પોરેટર દિલીપ આસવાણી, તેના પૂત્ર રામ આસવાણી અને આરટીઆઈ એક્ટીવીસ્ટ મહેશ બુધવાણી સામે એ ડીવીઝન પોલીસમાં કાવતરૂ રચી, અપમાન કરી, ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેમને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન 2014માં થયા હતા પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાથી 2020માં મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પતિ વિરુદ્ધ કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો ત્યારથી બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે દરમિયાન 4 ડીસેમ્બર 2022ના કૌટુંબિક જીજાજી લલીતભાઈ રામચંદાણી મારફ્તે ઉદ્યોગનગર કોલોની ખાતે આવેલ ભંભાણી કાસ્ટિંગ ખાતે કેસ બાબતે નાણાકીય લેવડ દેવડની વાત કરવા અને સમાધાન માટે બોલાવતા મહેકબેન, બનેવી અને પાડોશી અમિત ઠાકર સાથે કારખાને ગયા હતા. ત્યાં પતિ દિલીપ આસવાણીને લઈને આવતા આને મીટીંગમાં કેમ બોલાવ્યા છે તેમ મેં કહેતા દિલીપ આસવાણીએ પારિવારિક મીટીંગ છે તેમ કહ્યું હતું બાદમાં તે ત્યાંથી નીકળી જતા ઝઘડો કર્યો હતો હું ત્યાંથી નીકળતા દિલીપ આસવાણીના પૂત્ર રામએ મને કહેલ કે તમે મારા પિતાનું અપમાન કર્યું છે મારા પિતાનું અપમાન મને પોષાય નહિ, હું અત્યારે જ ખેલ પાડી દઈશ, તું હવેકેવી રીતે જીવીને દેખાડે છે, કલ્પના પણ નહિ કરી શકે તેવી ધમકી આપી હતી તે પછી પ ડીસેમ્બરના રોજ દિલીપએ ફ્લેનમાં ગાળો ભાંડી હોવાનું પાડોશીએ જણાવ્યું હતું તે પછી મહેશ બુધવાણીએ ફોન કરી સમાધાન માટે પ્રેસર કર્યું હતું ત્રણ માસ પૂર્વે રૂબરૂ મળ્યા ત્યારે સમાધાન કરી લો નહિતર રાજકોટમાં જીવવું મુશ્કેલ થઇ જશે તેવી ધમકી આપી હતી આ અંગે પીએસઆઈ બી એચ પરમારએ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.