કેન્દ્ર સરકારમાં પસંદગી પામેલા છ માંથી પાંચ આઈએએસ અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે

ગુજરાત કેડરનાં છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારની સચિવ પદ માટેની યાદીમાં સમાવવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતનાં જે છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં મોકલવાનો નિર્ણય કરાયો છે. તેમાનાં પાંચ અધિકારીઓ અત્યારે કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે આ અધિકારીઓને કેન્દ્ર સરકારના સચિવની યાદીમાં સમાવાયા બાદ તેમનો કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશનમાંથી નિયમિત સેવાઓ ગણાશે.

કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે ગુજરાત કેડરનાં આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારના સચિવ માટેની યાદીમાં સમાવવાનો નિર્ણય જાહેર કરાયો છે. ગુજરાત કેડરનાં જે અધિકારીઓને કેન્દ્ર સરકારમાં નિયમિત સેવાઓ માટે બોલાવવાનો નિર્ણય કરાયો છે.

જેમાં નીતિ આયોગમાં અધિક સચિવ તરીકે કાર્યરત આર.પી. ગુપ્તા, વડાપ્રધાન કાર્યાલયના અધિક સચિવ તરીકે ફરજ બજાવતા એ.કે. શર્મા, વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંકમાં એકઝીકયુટીવ ડીરેકટર તરીકે કાર્યરત એસ. અર્પણા, કેન્દ્રીય વાણિજય મંત્રાલયમાં અધિક સચિવ તરીકે કાર્યરત બી.બી. સ્નેન સી.બી.એસ.ઈ.ના ચેરપર્સન તરીકે ફરજ બજાવતા અજિતા કરવલનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ અત્યારે કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર પોતાની સેવાઓ આપી રહ્યા છે.

જયારે રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ તરીકે કાર્યરત મુકેશ પુરીને પણ કેન્દ્ર સરકારના સચિવપદની યાદીમાં સમાવવાનો નિર્ણય કરાવ્યો છે.

ગુજરાત કેડરના જે છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકાર સચિવ પદે નિયુકત કરવાનો નિર્ણય કરાયો છે. તેમાંથી પાંચ અધિકારીઓ અત્યારે કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર કાર્યરત છે. જયારે હાલ રાજય સરકારમાં કાર્યરત મુકેશ પુરીને આગામી સમયમાં કેન્દ્ર સરકારમાં સચિવપદે નિમણુંક કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.