બંછાનીધિ પાની, કે.કે.નિરાલા, શાલીની અગ્રવાલ, રણજીતકુમાર, પી. ભારતી અને હર્ષદ પટેલને હવે દિલ્હીમાં સેવા આપશે
રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની સહીત ગુજરાતના વધુ 6 આઇએએસ અધિકારીઓની કેન્દ્રના જોઇન્ટ સેક્રેટરી પર નિયુકત કરવામાં આવી છે. દેશના કુલ 49 આઇએએસ અધિકારીઓની સંયુકત સચિવ માટે નિમણુંક કરવામાં આવી છે.
ઇન્ડિયન એડમીનીસ્ટ્રેટીવના સર્વિસ (આઇએએસ) વર્ષ 2005ની બેન્ચના કુલ 49 અધિકારીઓની ભારત સરકાર દ્વારા કેન્દ્રીય સંયુકત સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેમાં તાજેતરમાં રાજયના જે છ અધિકારીઓની સચિવ પદે બઢતી અપાઇ હતી. તેને હવે દિલ્હી લઇ જવાાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર બંછાનીધી પાની, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ કે.કે. નિરાલા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરે શાલીની અગ્રવાલ, એમ.એસ. એમઇના કમિશ્નર રણજીત કુમાર, પ્રાથમિક શિક્ષણના કમિશનર પી.ભારતી અને ગુજરાત માર્ગવાહન વ્યવહાર વિભાગના એમ.ડી. હર્ષદ પટેલની કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી પદે નિયુકિત કરવામાં આવી છે.
તાજેતરમાં રાજય સરકારન દ્વારા 77 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. કોરોના કાળમાં સુરતના કમિશનર તરીકે બંછાનીધી પાનીની કામગીરી નોંધપાત્ર રહેવા પામી હતી. એક તરફ રાજયમાં સનંદી અધિકારીઅની અછત વર્તાય રહી છે. બીજી તરફ કેન્દ્ર દ્વારા ગુજરાતમાંથી અનેક અધિકારીઓની લઇ જવામાં આવી રહ્યા છે. હજી પણ અનેક અધિકારીઓ દિલ્હીની ટિકીટની રાહ જોઇ બેઠા છે. ગુજરાત કેડરના હસમુખ અઢીયા, એસ. અર્પણા, અજય ભાદુ, ટી. નટરાજન, અજયકુમાર, અંતનુ ચક્રવતી, ગીરીશ મુર્મુ, ગુરૂપ્રસાદ મહાપાત્રા, ડી.થારા, બી.બી. સ્વેન, હાર્દિક શાહ, પી.ડી. વાઘેલા, આર.બી. ગુપ્તા, અનિતા કરવલ, એ.કે.શર્મા અને આરતી કંવર કેન્દ્રમાં ફરજ બજાવી ચૂકયા છે અથવા ફરજ બજાવી રહ્યા છે હવે વધુ છ આઇએએસ દિલ્હીમાં ફરજ બજાવશે.