માંડવી નજીકના મોટા ભાડીયાના પિતા અને બે પુત્રોની પાસામાં જેલ હવાલે કરાયા એક સાથે દસ શખ્સો સામે પાસાની કાર્યવાહીથી અસમાજીક તત્વોમાં ફફડાટ
પશ્ચિમ કચ્છમાં મારા મારી અને દારુના ગુનામાં સંડોવાયેલા દસ શખ્સો પાસા હેઠળ અટકાયત કરી જુદી જુદી જેલ હવાલે કર્યા છે. માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના પિતા અને બે પુત્રની પાસા હેઠળ અટકાયત થતા એક જ પરિવારની ત્રણ વ્યક્તિઓને જેલમાં ધકેલવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છમાં માથાભારેની છાપ ધરાવતા અને વિદેશી દારુના ગુનામાં ઝડપાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંધ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવતા કચ્છ જિલ્લા કલકેટર દ્વારા પાસાના વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. એક સાથે દસ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવાના વોરન્ટની એલસીબી પી.આઇ. એસ.એન.ચુડાસમા અને પી.એસ.આઇ. ટી.બી.રબારી સહિતના સ્ટાફે બજવણી કરી છે.
મારામારીના ગુનામાં સંડોવાયેલા ભુજના ઇકબાલ ઉર્ફે એક્કો જાકબ ત્રાયાને અમરેલી જેલ, માંડવીના મટા ભાડીયાના જીવરાજ રાણશી ગઢવીને સુરત, કાનજી રાણશી ગઢવીને વડોદરા, તેના પિતા રામશી જેઠા ગઢવીને રાજકોટ, ભુજના હનિફ ઉર્ફે હનીયો સુલેમાન કકલને અમદાવાદ, ભૂજ શાંતિનગરના હનિફ ઉર્ફે અકલો સાધક શમાને જૂનાગઢ, અંજાર પાસેના વરસામેડીના શામભા પથુભા જાડેજાને સુરત, સુખપુરના શક્તિસિંહ ઉદેસિંહ શમાને ભાવનગર, ઉખડમોરાના વિક્રમ ઉર્ફે વિકાસ શામજી ચાવડાને વડોદરા અને શામજી જેસંગ ચાવડાને અમદાવાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે.