શાશ્વત શેત્રુંજય ની છ ગાઉ જાત્રાનો અનેરો મહિમા છે જેમાં વર્ષમાં ફક્ત એક જ વખત આ યાત્રા થાય છે
આ વર્ષ પણ તા ૧૮ માર્ચના રોજ કચ્છી સમાજની તેરસ હોય જેથી છ ગાઉ યાત્રા તથા આદ્પુર ખાતે ત્રણ પાળ ઉભા કરાયા છે જયારે તા ૧૯ માર્ચના રોજ શ્વેતાંબર મૂર્તિ પૂંજન સહિતના તમામ છ ગાઉં યાત્રા કરશે જેમાં ૯૭ પાલ ઉભા કરાયા છે અને ગત વર્ષ ૬૦ હજજાર યાત્રાળુઓ એ યાત્રા કરી હતી. ચાલુ વર્ષે પણ તેટલી સંખ્યામાં ભાવિકો યાત્રા કરી ધન્યતા અનુભવશે તેવું શેઠ આંણજી કલ્યાણજી પેઢી જણાવી રહ્યું છે છ ગાઉં યાત્રા યાત્રાળુઓ જય તળેટી તથા ઘેટી પાગથી પણ ચડવામાં શરૂઆત કરે છે છ ગાઉં યાત્રાનું મહત્વ એટલે છે.
શ્રી કુર્ષ્ણના બે પુત્રો શાબ અને પ્રદ્યુમન નેમિનાથ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી નેમિનાથ ભગવાનને તેમને શેત્રુંજય ગીરી ના અને સદબદ્ર શિખર નો મહિમા સમજાવ્યો આ કારણે શાબ અને પ્રદ્યુમન મુનીઓ સાથે સાધના કરવા શેત્રુંજય આવ્યા અહી સહ્ભદ્ર શિખર ઉપર તેમને મુનીઓ સાથે અનશન કર્યું અને એ બધા મુનીઓ સાથે બે ભાઈઓ ફાગણ સુદ તેરસ ના દિવસે મોક્ષ માગવા ગયા તેથી જ ફાગણ સુદ તેરસની છ ગાઉં યાત્રા નો મહિમા ખુબ જ વધી ગયો છે તેથી છ ગાઉં યાત્રા કરવા લાગ્યા.