હિન્દુ અને મુસ્લિમોએ સૈયદ રૂસ્તમનાં તાજીયાને શ્રીફળ વધેરી કોમી એકતાનાં દર્શન કરાવ્યા

ધોરાજી માં મુસ્લિમો ના પવિત્ર તહેવાર અને શહીદી પર્વ ગણાતા મોહરમ માસ ની ઉજવણી ખુબજ શાનો શોકત ની સાથે થઇ રહી છે કોમી એકતા અને ભાઈચારા ના માહોલ વચ્ચે ધોરાજી માં મોહરમ ની ઉજવણી કરવામાં આવી રહી છે ધોરાજી માં ૧૦૦ જેટલા કલાત્મક તાજીયા યા હુસેન ના ગગનચુંબી નારા સાથે પળમાં આવ્યા હતા અને શહેર નું કોમી એકતા નું પ્રતીક ગણાતું સૈયદ રુસ્તમ માતમ ના તાજીયા પર હિન્દૂ અને મુસ્લિમ સમાજ એ શ્રી ફળ વધેરી અને શીશ જુકાવી અને મન્નત ચઢાવી હતી અને આ તકે કોમી એકતા ના દર્શન થયા હતા

મોડી રાત્રી સુધી તાજીયા રૂટ પર ફર્યા હતા ખાસ કરી ને છબીલો પર ઠેર ઠેર ઠંડા ગરમ પીણાં પીવડાવામાં આવ્યા ઠેર ઠેર નિયાઝ એ હુસેન ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તાજીયા ના દર્શન કરવા હિન્દૂ મુસ્લિમો ઉમટી  પડ્યા હતા મુસ્લિમ વિસ્તારો ને રંગબેરંગી લાઇટિંગ થી શણગારાય  છે સૈયદ કયુમબાવા ની શિરાજી માતમ.ની  શેજ મુબારક પર પણ હિન્દૂ મુસ્લિમો એ  સેજ મુબારક  ના દર્શન કર્યા હતા

આજે તા ૧૦ ના આસુરા નો દિવસ હોવાથી શહેર ભર ની મસ્જિદો માં આસુરા ના નવાફીલ અદા કરવામાં આવશે અને કરબલા ના શહીદો ને ખીરાજ એ અકીદત પેશ કરશે અને બપોરે ૩ કલાકે સૈયદ રુસ્તમ ના આગેવાનો ની ઉપસ્થિતિ માં વિશાળ જુલુસ નીકળશે    જે ચકલા ચોક ખાતે થી પ્રારંભ થશે જેમાં  ૧૦૦ જેટલા તાજીયા આ જુલુસ માં જોડાશે

રાત્રે નિયાઝ અને શહીદ એ આઝમ કોન્ફરન્સ

બહારપુરા ખાતે ૧૦૦  વર્ષ  થી  યોજાતી  હુસેની  નિયાઝ કમીટી દ્વારા આ વર્ષ પણ ઐતિહાસિક નિયાઝ એ હુસેની નું ભવ્ય આયોજન રાબેતા મુજબ કરવામાં આવેલ છે વરસાદ ના માહોલ વચ્ચે પણ નિયાઝ નું ભવ્ય આયોજન રાખેલ છે જેમાં સૌરાષ્ટ્ર ભર ના લોકો  આ નિયાઝ નું લાભ લેશે  હુસેની કમીટી ના હોદેદારો એ જણાવેલ હતું કે જો વરસાદ હશે તો પણ નિયાઝ જમાડવા માટે યોગ્ય અને વૈકલ્પિક વ્યવસ્થા રાખેલ છે એવું હુસેની કમીટી ના હોદેદારો નું એક યાદી માં જણાવેલ છે અને રાત્રે ૧૦ કલાકે ખ્વાજા સાહેબ દરગાહ ના પટાંગણ માં શાહિદ એ આઝમ.કોન્ફ્રન્સ રાખવામાં આવેલ છે રઝવી કમીટી ના પ્રમુખ સૈયદ ઈક્બાલબાપુ ના માર્ગ દર્શન હેઠળ આ કાર્યક્રમ.યોજાશે અને મુખ્ય મહેમાન તરીકે મુફ્તી ગુલામ ગોષ અલ્વી સાહેબ ઉપસ્થિત રહેશે અને આ કોન્ફ્રન્સ ને સંબોધવા મુફ્તી સ્ફીકુલ કાદરી પોતાના અનોખા અંદાજ માં કરબલા ના મેદાન માં ખેલાયેલ ઐતિહાસિક યુદ્ધ પર શાનદાર બયાન કરશે અને તા ૧૨ વહેલી સવારે તમામ તાજીયા ટાઢા  થશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.