ધોળાવીરા-રાપરમાં બે અને ખાવડા-ઉનામાં એક-એક આંચકો અનુભવાયો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે ગઈકાલે સાંજથી લઇ આજ સવાર સુધીમાં ભૂકંપના કુલ 6 આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે 6:03 કલાકે કચ્છના ખાવડાથી 51 કિમી દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યરબાદ સાંજે 6:44 કલાકે ઉનાથી 16 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 1.4 કિમીની હતી. બાદમાં 7:40 કલાકે કચ્છના રાપરથી 17 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 6.5 કિમીની હતી.
રાતે 8:27 કલાકે કચ્છના રાપરથી 21 કિમી દૂર 2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 15.9 કિમીની હતી. મોડીરાતે 1:28 કલાકે કચ્છના ધોળાવીરાથી 30 કિમી દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 10 કિમીની હતી. આજે વહેલી સવારે 5:58 કલાકે કચ્છના ધોળાવીરાથી 21 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 6.5 કિમીની હતી.જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાની સમાચાર પ્રાપ્ત થયા નથી.