- કચ્છના રાપરમાં પણ વહેલી સવારે 2.6ની તિવ્રતાના આંચકાથી લોકોમાં ફફડાટ: કોઈ જાનહાની નહિ\
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે મંગળવારે સાંજે છ વાગ્યાથી આજ સુધીમાં ગીર-સોમનાથના તાલાલામાં ભૂકંપના છ આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. આ ઉપરાંત આજે વહેલી સવારે કચ્છના રાપરમાં પણ 2.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જો કે આ આંચકાઓથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 6:02 કલાકે 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું તાલાલાથી 3 કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ 6 મિનિટ પછી 6:08 કલાકે 3.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું તાલાલાથી 2 કિમી દૂર વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 8:27 કલાકે 2.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું તાલાલાથી 3 કિમી દૂર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. મોડી રાતે 12:39 કલાકે 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું તાલાલાથી 4 કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. આજે વહેલી સવારે 4:54 કલાકે 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું તાલાલાથી 2 કિમી દૂર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. સવારે 6:40 કલાકે 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું તાલાલાથી 3 કિમી દૂર વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને સવારે 7:19 કલાકે 2.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું કચ્છના રાપરથી 13 કિમી દૂર સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.ઉલ્લેખનીય છે કે જાપાનમાં પણ મંગળવારે 6.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો જો કે હજુ કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
- સૌરાષ્ટ્રમાં આવેલા ભૂકંપના આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી. જો કે અત્યાર સુધી આ આંચકાઓને લીધે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.]’
- જાપાનમાં 6.2ની તિવ્રતાનો આંચકો
જાપાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે.મંગળવારે સાંજે ઉત્તર જાપાનના પ્રીફેક્ચરમાં ભૂકંપના જોરદાર આંચકો અનુભવાયો હતા. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. આ અંગે જાપાનની હવામાન એજન્સી દ્વારા માહિતી આપી છે.ભૂકંપના કારણે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. હજૂ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.