મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહાપાલિકા, રૂડા અને એસ.ટી.ના રૂા.૬૯૧ કરોડના ૨૮ કામોનું તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાપાલિકા, કલેકટર તંત્ર, સૌ.યુનિ., અને માર્ગ મકાન વિભાગના રૂા.૧૭૧ કરોડના ૨૪ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
શહેરના ચોકે-ચોકે થશે લાઈટીંગ: સમગ્ર જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાશે: ૮૫ પોલ ઉપર વિશિષ્ટ પ્રકારની મોટી લાઈટીંગના ડેકોરેશની રેસકોર્સ રીંગરોડ કાયમ માટે આકર્ષક રીતે ઝળહળતો રહેશે
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં વાની છે. જેમાં રંગારંગ ૧૫ જેટલા જાહેર કાર્યક્રમો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ ઉપરાંત ઉજવણી દરમિયાન રૂા.૧૧૦૦ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તો પણ થવાના છે. જેમાં મુખ્યમંત્રીના હસ્તે મહાપાલિકા, રૂડા અને એસ.ટી.ના રૂા.૬૯૧ કરોડના ૨૮ કામો તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાપાલિકા, કલેકટર તંત્ર, સૌ.યુનિ., અને માર્ગ મકાન વિભાગના રૂા.૧૭૧ કરોડના ૨૪ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થવાનું છે.
૧૮મીએ અશ્વ-શો: ૧૦૦થી વધુ અશ્વોના કરતબો જોવા મળશે
જિલ્લા વહીવટી તંત્ર, કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોશીએશન અને પોલીસ વિભાગ દ્વારા તા.૧૮ના રોજ અશ્વ રમતોત્સવ-૨૦૨૦નું રાજકોટ ખાતે પોપટપરા પોલીસ માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. રમતોત્સવમાં કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસો. તથા પોલીસ વિભાગના ૧૦૦થી વધુ અશ્વો દ્વારા જુદી જુદી રમતો જેવી કે બેરલ રેસ, ગરો લેવો, મટકી ફોડ, ટેન્ટ પેગીંગ અને જમ્પીંગ વિગેરે રમતોની તરકીબો રજૂ થશે.
સુચિત સોસાયટી અને વિચરતી જાતીના ૨૧૧૩ લાભાર્થીઓને ૧૮મીએ સનદનું વિતરણ
રાજકોટ શહેરમાં ૧૫૭ જેટલી સુચિત સોસાયટીઓ પરિવર્તનિય વિસ્તાર જાહેર કરી પુરક મહેસુલ સેટલમેન્ટ કાર્યવાહી હાથ ધરતા અત્યાર સુધીમાં મંજૂર કરવા માત્ર ૫૯૧૩ દાવા અરજીઓ પૈકી ૪૭૬૫ દાવા મંજૂરી હુકમો કરવામાં આવેલ છે. તેમજ આ કાર્યક્રમમાં ૫૭૧ દાવા મંજૂરી હુકમો, ૪૦૫-દાવા પ્રમાણપત્રો મળીને કુલ ૯૭૬ લાભાર્થીઓને ઉપરાંત સિટી સર્વે કચેરી દ્વારા ૧૮૫-સુચિત સોસાયટીના પ્રોપર્ટી કાર્ડ અને નવા હક્ક ચોકસીના ૭૮૨ પ્રોપટી કાર્ડ મળીને કુલ ૯૬૭ પ્રોપર્ટી કાર્ડ મળીને કુલ ૧૯૪૩ લાભાર્થીઓને આ કાર્યક્રમમાં લાભ આપથવાનું આયોજન છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં આવેલ ૩૮૯ કુટુંબોને જમીન ફાળવણી કરી ૨૧૯ કુટુંબોને જમીનના કબજા સોંપી સનદ આપેલ છે. બાકીના ૧૭૦ કુટુંબોને મુખ્યમંત્રીના હસ્તે સનદ વિતરણ કરથવાનું આયોજન છે.
ખીરસરા જીઆઈડીસીના પ્લોટ ફાળવણીનો ૧૮મીએ ડ્રો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા લોધિકા તાલુકાના ખીરસરા (રણમલજી) ગામ ખાતે ૯૨-૬૩-૦૩ હેકટર ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક વસાહત સપથવાનું નક્કી કરવામાં આવેલ. જેમાં તા.૧૮ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નિગમને મળેલ કુલ ૯૪૯૬ અરજીઓ પૈકી ૪૦૦ ચો.મી.થી ૩૦૦૦ ચો.મી. સુધીના કુલ ૬ કક્ષાના ઉપલબ્ધ ૪૭૧ પ્લોટ માટે એન.આઈ.સી દ્વારા વિકસાવેલ પારદર્શીય કોમ્પ્યુટરાઈઝ ઈલેકટ્રોનિક ડ્રો દ્વારા એમએસએમઈ કેટેગરીના પ્લોટોની ફાળવણી કરવામાં આવશે. કુલ ૪૭૧ પ્લોટની બજાર કિંમત પ્રમાણે ૬૫૦૦ રૂ.કિંમત પ્રતિ ચો.મી. હતી. પરંતુ માનવીય અભિગમ સાથે તથા “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને સાકાર કરવા રાજ્ય સરકારે માત્ર ૨૫૦૦ પ્રતિ ચો.મી. જેવા નજીવા ભાવે આ પ્લોટ જી.આઈ.ડી.સી.ને ફાળવેલ છે.
જેટલી થાય છે. આમ કુલ ૪૦૦૦ પ્રતિ ચો.મી. જેટલી રાહત રાજ્ય સરકાર દ્વારા અપાયેલ છે. આ ફાળવેલ પ્લોટ પર ઉદ્યોગ સાહસિકો દ્વારા ઉદ્યોગ શરૂ કરી ગુજરાતના ગ્રો એન્જિનને ગતિ આપવામાં આવશે. તથા આ તમામ યુનિટોને રોડ, રસ્તા સ્ટ્રીટ લાઈટ, વીજળી જેવી માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ પ્રોજેકટની કુલ કિંમત અંદાજીત રૂ.૧૬.૨૪ કરોડ છે.
ઉપરાંત અંદાજીત ૪૫૦થી વધુ એમ.એસ.એમ.ઈ. એકમોને કેપીટલ સબસીડી તથા વ્યાજ સહાય તથા ગુણવત્તા પ્રમાણપત્ર માટેની સહાયની ચુકવણી કરવામાં આવનાર છે. જે સંખ્યા કુલ ૧૪૦૦ જેટલા લાભાર્થી સુધી લઈ જવા મંજૂરીને આધીન છે.
આ ૧૪૦૦ યુનિટને અપાતી કુલ સહાય અંદાજીત ૭૦ કરોડ જેટલી છે. ઉપરાંત કુલ ૧૦૦ એકમોને ઉપરોકત સહાય અંગે પ્રોવિઝનલ મંજૂરી પત્રો એનાયત નાર છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ઉદ્યોગોમાં એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવે છે.
યોજના હેઠળ જે એકમોને મહતમ એપ્રન્ટીસની ભરતી કરેલ છે. તેવા કુલ ૩૦ એકમોનું સન્માન કરવામાં આવશે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કુલ ૩૦ યુનિટોને સીટીઈ અને સીસીએ હેઠળ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવશે. ઉપરાંત આ કાર્યક્રમમાં લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયા દ્વારા ૧૦:૩૦ થી મુખ્યમંત્રીના આગમન સુધી મનોરંજન પૂરું પાડવામાં આવશે.
ન્યુ રેસકોર્સમાં ૧૮મીએ એર-શો
૧૮મીએ બપોરે ૪ થી ૪:૪૫ દરમિયાન ન્યુ રેસકોર્ષ ખાતે સીવીલ એવીએશન ડિપાર્ટમેન્ટ, એરો સ્પોર્ટસ ૨૦૨૦ ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની લી. ગુજસેલ દ્વારા એર-શોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હેલી કોપ્ટરી પુષ્પવર્ષા, પેરા મોટરીંગ, પેરા સાઈલીંગ, ફલાય પાસ બાય, સ્મોલ એન્ડ મીડીયમ એરક્રાફટ, એરો મોડેલીંગ, હીટ એર બ્લુન સહિતના પરર્ફોમન્સ કરવામાં આવશે.
પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા કલેકટર રેમ્યા મોહન, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, એસ.પી. બલરામ મિણા, ડી.ડી.ઓ. અનિલ રાણાવસીયા, નગરપાલિકા કમિશનર સ્તુતી ચારણ, અધિક કલેકટર પરિમલ પંડ્યા, મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા
૨૫મીએ યુવા સંમેલન, યુવાલક્ષી યોજનાના લાભોનું વિતરણ કરાશે
૨૫મીએ આત્મીય કોલેજના ગ્રાઉન્ડ ખાતે યુવા સંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં ધોરણ-૧૦, ૧૨ તથા ગ્રેજ્યુએશન પછી આગળ કારકિર્દી બનાવવા માટે યુવાનોને જાણકારી તથા માર્ગદર્શન મળી રહે તે માટે એન.સી.સી., રોજગાર કચેરી, યુનિવર્સિટીઓ, પ્રકાશક સંસઓ વિગેરેના અલગ અલગ સ્ટોલ અને પ્રદર્શન. યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન મળે તે માટે પ્રસિધ્ધ મોટીવેશનલ સ્પીકર દ્વારા માર્ગદર્શન, સરકારી/અર્ધ સરકારી કચેરી/સંસ દ્વારા મળતા લાભોનું કુલ ૧૨૯૦ લાભાર્થીઓને વિતરણ જેમાં રોજગાર કચેરી, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના, બાજપાઈ બેન્કેબલ યોજના તથા વિવેકાનંદ યુવા કેન્દ્રના વિદ્યાર્થી સંયોજકોને નિયુક્તિ પત્ર આપવામાં આવશે. યુ આઈકોન, યંગ એન્ટરપ્રિન્યોર, યંગ અચિવર્સ, સ્પોર્ટસ પ્રતિભાઓ, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને એકસ્ટ્રા ઓર્ડીનરી ટેલેન્ટ શો યોજાશે.
ગોંડલમાં ૨૫મીએ મહિલા સંમેલન: ૭૫૦૦ ગંગા સ્વરૂપ બહેનોને સહાય મંજૂરીના હુકમો અપાશે
૨૫મીએ ગોંડલ ખાતે સ્વામીનારાયણ મંદિરમાં મહિલા સંમેલન યોજાશે. જેમાં ૭૫૦૦ જેટલા બહેનોને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમો તેમજ ડબલ્યુ.આઈ.એ.ના ખાતાના પાસબુકનૂં વિતરણ કરાશે. સાથે વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો તેમજ કીટ વિતરણ, વ્હાલી દીકરી યોજનાનું લોગો લોન્ચીંગ, “સખી વન સ્ટોપ સેન્ટર આઈએસઓ સર્ટિફિકેટ, દતક વિધાન યોજનાના લાભાર્થી, પાલક માતા-પિતા યોજના, દીકરા દીકરી બોર્ડ વિતરણ જે ગ્રામ પંચાયતનું બાળ જન્મદર વધુ હોય તેવી ગ્રામ પંચાયતનું સન્માન, માત્ર દીકરી સંતાન ધરાવતા સંતતિ નિયમનું ઓપરેશન કરાવેલ દંપતિનું સન્માન, બેટી બચાઓ બેટી પઢાવો અંતર્ગત શિક્ષણ વિભાગ ધોરણ ૫ થી ૬માં ૧૦૦% પ્રવેશ ધરાવતી શાળાનું સન્માન તેમજ આંગણવાડી બહેનોને અવેરનેસ કીટ વિતરણ કરાશે.
શાથી મેદાનમાં તા.૨૫ થી ૩૧ સુધી હસ્તકલા પર્વ
હસ્તકલા પર્વનું આયોજન ૨૫ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન શાથી મેદાન ખાતે કરવામાં આવ્યું છે. હસ્તકલા પર્વ ગુજરાતની વિવિધ હસ્તકલાનો વિકાસ તા પ્રોત્સાહન માટે એક પ્રેરણાદાયક મંચ પૂરું પાડી શકે તેમ છે. હસ્તકલા પર્વ ૨૦૨૦ બી ટુ બી તથા બી ટુ સી પ્રકારના સંવાદ તથા નેટવર્કિંગ માટે પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડી શકે તેમ છે. હસ્તકલા પર્વ ૨૦૨૦ની ડિઝાઈન પણ આ ક્ષેત્રના વિવિધલક્ષી આયામોનું વિસ્તૃત છણાવટ થાય તે પ્રકારની રાખવામાં આવી છે. કલા સમુદાયના આ પચરંગી મેળામાં આશરે ૧૨૮ જેવા સ્ટોલ તથા થીમેટીક પેવેલીયન રાખવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતની સમૃધ્ધ હસ્તકલાની વિરાસતનું પ્રતિનિધિત્વ ગુજરાતના ખુણે ખૂણેથી આવેલા ૨૫૦ જેટલા કારીગરો કરશે.
માધવરાય સિંધીયા ગ્રાઉન્ડમાં ૨૫મીએ રંગ છે રાજકોટ કાર્યક્રમ
પ્રજાસત્તાક દીન નિમિતે પૂર્વ સંધ્યાએ સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે “રંગ છે રાજકોટ કાર્યક્રમ રાજકોટ શહેરનો ઈતિહાસ, ઓલ્ડ રાજકોટ અને વિકાસશીલ રાજકોટની ઝાંખી કરાવતો ૭૦ મીનીટનો મલ્ટી મીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ડાન્સ, ડ્રામા અને ઓડીયો વિઝયુઅલ દ્વારા સમગ્ર રાજકોટની ઐતિહાસિક, સાંસ્કૃતિક વારસો, રંગીલુ રાજકોટ, રાજકોટની જગ્યાઓનું મહત્વ, રાજકોટના ધાર્મિક સનો, એતિહાસિક ઈમારતો, પોળ, ટાવર, આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજીના અભ્યાસનો પ્રસંગ, કવિઓ, કલાકારો, ક્રિકેટરો, રાજકોટનો મેળો, મેઘાણીજી, કવિ કલાપી જેવા અનેક કલાકારોની યાદી રાજકોટના રાજવી પરિવાર, નવા વિકાસના કામોની બાબત દર્શાવાશે. ગુજરાત રાજ્યના ખ્યાતનામ ૨૦૦ કલાકારો દ્વારા સમગ્ર રંગારંગ મલ્ટીમીડિયા કાર્યક્રમનું આયોજન કરેલ છે.
મહાપાલિકા દ્વારા કિર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઓસમાણ મીરના ડાયરા સહિતના ભરચક કાર્યક્રમો
મહાપાલિકા દ્વારા તા.૧૭ થી ૨૫ દરમિયાન બી.આર. ટી. એસ.ના તમામ બસ સ્ટોપ, રેસકોર્સ રિંગ રોડ અને શહેરના મુખ્ય બગીચાઓમાં રહેલા સ્પીકર પર દેશભક્તિના ગીતો વગાડવામાં આવનાર છે. આ ઉપરાંત તમામ આરોગ્ય સેન્ટર ખાતે સવારે ૧૧ થી ૨ વાગ્યા દરમિયાન ગર્ભ સંસ્કાર કેમ્પનું આયોજન રહેશે. જ્યારે શહેરના તમામ આરોગ્ય સેન્ટરો અને વૃદ્ધાશ્રમ ખાતે પણ સિનિયર સિટિઝન અને રેગ પીકર્સ માટે ખાસ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. તા.૧૮ના રોજ બપોરે ૧૨ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે બાળ તંદુરસ્તી હરિફાઈ યોજાશે. સાંજે ૬ વાગ્યાથી બાલભવન ખાતે સતત ૩૧ કલાક સુધી એટલે કે તા.૨૦ના રાત્રે ૧ વાગ્યા સુધી નોનસ્ટોપ ચાલનારો કરાઓકે આધારિત સંગીત કાર્યક્રમ યોજાશે. રાત્રષ ૯ કલાકે પેડક રોડ પર પાણીના ઘોડા પાસે લોક ડાયરો યોજાશે. જેમાં નામાંકિત કલાકાર કિર્તીદાન ગઢવી રમઝટ બોલાવશે. તા.૧૯ના રોજ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્સ મેદાન ખાતે સાઈકલોફનનું આયોજન કરવામાં આવનાર છે. સ્વામીનારાયણ ચોક ખાતે લોક ડાયરો યોજાશે. જેમાં નામાંકિત સિંગર ગીતાબેન રબારી વિવિધ ગીતો, લોકગીતો રજૂ કરશે. તા.૨૦ના રોજ સાંજે ૫ વાગ્યે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ‘તારે જમી પર’નું આયોજન નાર છે. રાત્રે નાના મવા સર્કલ પાસેના મેદાન ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે ૯ વાગ્યે લોકડાયરો યોજાશે. જેમાં પ્રખ્યાત કલાકાર ઓસમાણ મીર રમઝટ બોલાવશે. તા.૨૧ના રોજ સાંજે ૬ વાગ્યે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ‘અન સંગ હીરાઝ’ કાર્યક્રમનું આયોજન નાર છે. તા.૨૨ના રોજ સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી કુવાડવા રોડ પર પૂ.શ્રી.રણછોડદાસજી આશ્રમ સામેના મેદાન ખાતે ‘માં વાત્સલ્ય કાર્ડ મેગા કેમ્પ’નું આયોજન કરવામાં આવશે. સાથો સાથ તા.૨૨ થી ૨૬ સુધી રેસકોર્સ રીંગ રોડ શહેરના મુખ્ય સર્કલોમાં થીમ બેઈઝડ ડેકોરેટ અને રાજકોટ મહાનગરપાલિકાની બિલ્ડીંગો આકર્ષક લાઈટીંગી સુશોભિત કરવામાં આવશે. તા.૨૩ થી ૨૫ સુધી એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ ‘પ્લાસ્ટિક ભારત છોડો’નું આયોજન કરવામાં આવશે. ૨૪ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વિરાણી હાઈસ્કૂલ મેદાન ખાતે જૂના ફિલ્મી ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજાશે.
રેસકોર્સ ગાર્ડન ખાતે સવારે ૧૦ વાગ્યાથી ‘ફલાવર શો’નું આયોજન કરવામાં આવશે. સાથો સાથ રેસકોર્સ રીંગ રોડ પર એક શાનદાર કાર્નિવલનું આયોજન કરવામાં આવશે. જેમાં ૨૦ હજાણી વધુ બાળો હ્યુમન ચેઈનનું નિર્માણ કરશે. તેમજ વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે.
તા.૨૫ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં બે કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર ‘બુક ફેર’નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી કરશે. જ્યારે આ જ દિવસે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂ.૬૦૦ કરોડી વધુ ખર્ચના વિવિધ વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.
૨૫મીએ પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પરિસંવાદ
ખેડૂતો ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં થાય તેના ઉત્સાહને વધારવા માટે તા.૨૫ના રોજ સમય ૧૫ થી ૧૬ કલાકે, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, આલાપ ગ્રીન સિટી સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ રાજયપાલની અધ્યક્ષતામાં યોજાનાર છે. જેમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્યે તા પશુપાલન નિયામક ઉપસ્તિ રહેનાર છે. આ કાર્યક્રમમાં અંદાજીત ૮૦૦ જેટલા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર હાજર રહેનાર છે. તા રાજ્યપાલ તેમજ મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ પ્રાકૃતિક ખેતી કરતાં બેસ્ટ માસ્ટર ટ્રેનર, ખેડૂતનું સન્માન કરવામાં આવશે. તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના અનુભવોની ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવનાર છે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ૨૫મીએ એટ હોમ અને રેસકોર્સમાં ૨૬મીએ મુખ્ય કાર્યક્રમ
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૨૫મીએ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી એટ હોમ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી બન્નેની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં અંદાજે ૬૦૦ જેટલા લોકો ઉપસ્તિ રહેથવાના છે. કાર્યક્રમમાં મોબાઈલ લઈ જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હોથવાનું જાણવા મળ્યું છે.
કલેકટર કચેરીમાં આધુનિક જનસેવા કેન્દ્ર ૨૪મીથી ખુલ્લુ મુકાશે
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આધુનિક જનસેવા કેન્દ્ર તા.૨૪થી કાર્યરત નાર છે. તેમજ આ જનસેવા કેન્દ્ર સંપૂર્ણ વાતાનુકુલિત છે. આ જનસેવા કેન્દ્રમાં લોકોને વન-ડે ગર્વનન્સ સર્વિસીસ ઝડપી મળી રહે તે માટે એક જ જગ્યાએથી આ અરજીઓ સ્વીકારવામાં આવશે અને ૨૪ કલાકમાં તેમનો પ્રમાણપત્ર આપવામાં આવશે. આમ, લોકોને જુદી જુદી મામલતદાર કચેરી ખાતે જવું ન પડે તે માટે આ આધુનિક જનસેવા કેન્દ્ર ખુબ જ ઉપયોગી રહેશે. આ જનસેવા કેન્દ્રમાં કુલ જનસેથવાના ૧૭ કાઉન્ટર તેમજ આધાર કાર્ડના ૨ કાઉન્ટર આપવામાં આવેલ છે. આ જન સેવા કેન્દ્રમાં મામલતદાર કચેરી ખાતે ઉપલબ્ધ વનડે ગર્વનન્સ સર્વિસીસ ઉપરાંત અન્ય સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની સેવા, ઈલેકશન સ્માર્ટકાર્ડ, ગામ નમુના નં.૭/૧૨, ૮-અ ના ઉતારા, ઈ-સ્ટેમ્પીંગ તેમજ વ્યાજબી દરે ઝેરોક્ષની પણ સેવાનો સમાવેશ કરવામાં આવેલ છે.
ડી.એચ.કોલેજમાં ૨૫મીથી ચાર દિવસ બુક ફેર અને લીટરેચર ફેસ્ટીવલ
તા.૨૫ થી ૨૯ દરમિયાન ધર્મેન્દ્રસિંહજી ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે. જેમાં પૂ.રમેશભાઈ ઓઝા આશિર્વચન પાઠવશે. આ ઉપરાંત નેશનલ સ્પીકર વિવેક બિંદ્રા અને પદ્મશ્રી વિષ્ણુ પંડયા હાજર રહેથવાના છે. આ ફેરમાં રાષ્ટ્રીયસ્તરના ૧૫૦થી વધુ વિખ્યાત પ્રકાશકોના ૨૨૫થી વધુ બુક સ્ટોલ હશે. આ ઉપરાંત વિશેષ કાર્યક્રમો પણ યોજાશે.