જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પૂર્વ સહયોગી બેંકો એટલે કે સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંકમાં છે તો તમારે નવી ચેકબુક માટે અરજી કરી દેવી જોઇએ. કારણકે ૩૦ સપ્ટેમ્બર પછી ફક્ત એસબીઆઇના જ ચેક ચાલશે આ છ બેંકોના ચેક ચાલશે નહીં.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ, ૨૦૧૭માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આ છ બેંકોને મર્જ કરી દેવામાં આવી હતી. આ સંદર્ભમાં એસબીઆઇએ વિવિધ માધ્યમો દ્વારા આ છ બેંકોના ખાતેદારોને જાણ કરી છે કે તેઓ તાત્કાલિક નવી ચેકબુક મેળવી લે.
નવી ચેક બુક માટે ગ્રાહકો ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, એટીએમ કે શાખામાં જઇને અરજી કરી શકે છે. બેંકમાં જૂની ચેકબુક સાથે પોતાની ઓળખ બતાવ્યા પછી નવી ચેકબુક મેળવી શકાશે.
એસબીઆઇમાં મર્જ થઇ ગયેલી બેંકો
- ૧. સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર
- ૨. સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ
- ૩. સ્ટેટ બેંક ઓફ મૈસૂર
- ૪. સ્ટેટ બેંક ઓફ પટિયાલા
- ૫. સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર
- ૬. ભારતીય મહિલા બેંક