રાજકોટ, ગ્રામ્ય, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં લોક ડાઉનનો કડક અમલ : ૪૮૮ વાહન ડીટેઇન કરાયા
કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા કરાયેલા લોક ડાઉનનો ભંગ કરી રાજકોટ, રૂરલ, મોરબી, જામનગર, જૂનાગઢ, સુરેન્દ૩નગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને બોટાદના ૬૨૦ શખ્સોને વિના કારણે આટા ફેરા કરતા પોલીસે જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી છે. પોલીસે ૪૮૮ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ શહેરના રામનાથપરા, દિવાનપરા, જ્યુબીલી ચોક અને ગરૂડની ગરબી પાસેથી ૧૨ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. બેડીપરા અને વેલનાથ પરામાંથી છ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. સંત કબીર રોડ કનકનગરમાંથી એક શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. નિલકંઠ સિનેમા, આનંદનગર ઓમ વિદ્યાલય અને મેહુલનગરમાંથી ચાર શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. સાત હનુમન મંદિર પાસેથી હાજાપર ગામે અને હડાળા ગામના પાટીયા પાસેથી છ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. કોઠારિયા રોડ અને કોઠારિયા ગામ પાસેઓથી ત્રણ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે., ગોંડલ રોડ માનસતા ચોક, ચંદ્રેશનગર અને મવડી મેઇન રોડ આનંદ બંગલા ચોક પાસેથી સાત શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. રેલનગર પાસેના સંતોષીનગર પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. શિતલ પાર્ક પાસેથી બે શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. મવડી ગામ નજીક રામધણ, બાપા સિતારામ ચોક, પુનિતનગર અને શ્રીહરી સોસાયટી પાસેથી દસ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે., પંચાયતનગર ચોક, ગોલ્ડન પાર્ક અને રૈયાધાર પાસેથી સાત શખ્સોને યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે.
રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીના ૩, લોધિકાના ૧૬, ધોરાજીમાં ૧૯, જામકંડોરણામાં ૨, જેતપુરમાં ૮, વિરપુરમાં ૨, ગોંડલમાં ૩૩, પડધરીમાં ૩, ઉપલેટામાં ૬, ભાયાવદરમાં ૨૨, પાટણવાવમાં ૪, જસદણમાં ૧૨, ભાડલામાં ૭, આટકોટમાં ૫ અને શાપરમાં ૧૭ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બોટાદમાં ૬૬, દેવભૂમિ દ્વારકામાં ૪૦, ગીર સોમનાથમાં ૫૦, જૂનાગઢમાં ૧૦૨, મોરબીમાં ૯૩ અને જામનગરમાં ૩૧ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ શહેર, રૂરલ અને મોરબી પોલીસે ૪૮૮ વાહન ડીટેઇન કર્યા છે.
- મોરબી જિલ્લામાં કોરોના જાહેરનામા ભંગ કરનાર વધુ ૯૩ સામે કાર્યવાહી
કોરોના લોકડાઉનની અમલવારી માટે મોરબી જીલ્લા પોલીસ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે અને જાહેરનામાં ભંગ કરનાર દુકાનદારો અને ટોળે એકત્ર થનાર લોકો સામે કાર્યવાહી કરી તેમજ બિનજરૂરી અવરજવર કરનારના વાહનો ડીટેઈન કરવામાં આવી રહ્યા છે.
મોરબી જીલ્લા પોલીસ ટીમો દ્વારા દુકાનો ખુલ્લી રાખવાના ૧૬ કેસો કરીને ૧૬ સામે કાર્યવાહી કરવામાં આવી છે તે ઉપરાંત ટોળું એકત્ર થયું હોય તેવા ૧૫ કેસોમાં ૬૫ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ બિનજરૂરી અવરજવર કરનાર ૧૨ કેસો કરીને ૧૨ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને લોકડાઉનમાં કુલ ૦૯ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ ૪૩ કેસો કરીને ૯૩ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
- શાપર વેરાવળ સ્થાનિક પોલીસની ફ્લેગ માર્ચ : પોલીસે લાલ આંખ કરી લોકડાઉનમા આંટા ફેરા કરતા ૧૪ સામે કરી કાર્યવાહી
શાપર વેરાવળપોલીસે કોરોના બંદોબસ્ત અને પેટ્રોલીંગ દરમિયાન ખોટી રીતે અવર જવર કરતા ૧૪ ઈસમ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે ૪ બાઈકને ડિટેઈન કરાયા છે.સાથેજ ફ્લેગ માર્ચ યોજી લોકોને કોરોના અંગે સાવચેત રહેવા અપીલ કરી હતી. કોરાના વાયરસના કારણે પુરા સરકાર દ્રારા લોક ડાઉન જાહેર કરાયુ છે અને લોકોને બીન જરૂરી અવર જવર કરવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા ગામોમાથી ખોટી રીતે અવર જવર કરતા ૧૪ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ઈંઙઈ કલમ ૧૮૮ ૨૬૯ મુજબ ગુનો દાખલ કર્યા છે.
- હળવદમાં લોકડાઉનના નિયમનો ઉલાળ્યો કરનાર ર૭ સામે કાર્યવાહી જાહેરમાં એકત્ર થનારા,વગર કારણે રસ્તા પર આંટાફેરા મારનારા ઝપટે ચડ્યા
કોરોના વાયરસને લઈ રાજ્યના ગૃહ વિભાગે સમગ્ર રાજ્યમાં લોકડાઉનના સંદર્ભમાં બહાર પાડેલા જાહેરનામા ના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉન નું ચુસ્તપણે લોકો પાલન કરે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ૨૭ શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે જ્યારે બે વાહનો ડિટેઇન કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
હળવદ પોલીસ મથકના પી.આઇ સંદિપ ખાંભલા,પીએસઆઇ પી.જી. પનારા, યોગેશદાન ગઢવી, મુમાભાઈ રબારી, બીપીનભાઈ પરમાર,દેવુભા ઝાલા, તેજશશભાઈ પટેલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉન દરમિયાન દુકાન કે ઓફિસ જરૂરી ન હોવા છતાં ખુલી રાખનારા,જાહેરમાં એકત્ર થનારા, કામ વગર રોડ ઉપર આંટા ફેરા મારતા,શેરી ગલીમાં ગપાટા હાંકનારા શખ્સો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે