‘ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું’ અને ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ જેવા અભિયાનો દ્વારા કોરોના સામે લડવામાં મદદ રૂપ સાબિત થયા છે. લોકોમાં કોરોનાને લઈ જાગૃતા અને માનસિક સ્થિરતા આવી છે. આ બધી વસ્તુનું પરિણામ આપણી નઝર સામે છે. જે હોસ્પિટલમાં 108ની લાઈનો લાગતી, ત્યાં હવે પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા છે. કોઈ પણ દર્દીને લાઈનમાં ઉભું રહેવું પડતું નથી.

એક પત્રકાર પરીષદમાં જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, ‘રાજકોટ શહેરી વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસમાં ઘટાડો નોંધાયો છે, આ સાથે 20% જેટલા બેડ ખાલી થયા છે. હાલ પણ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ કાબુમાં છે, જેથી કરીને શહેરમાં હાલ પુરતા બેડ વધારવાની કોઈ જરૂર નથી.’

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ઘટવા છતા પણ હોસ્પિટલો ઉપર ભારણ વધુ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર અને અન્ય જિલ્લાના દર્દીઓની સંખ્યા શહેરના હોસ્પિટલોમાં વધી રહી છે. છતા પણ બેડ કે ઓક્સિજન બાબતે કોઈ ચીંતા કરવાની જરૂર નથી તેવી હૈયા ધારણા કલેક્ટરે આપી છે.

રાજકોટ શહેરમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના સારવાર માટે કેટલા બેડ ખાલી છે, અને કેટલા બેડ ભરેલા છે તે અંગેની માહિતી દર્શાવતું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. માત્ર એક ક્લિક પરથી જાણી શકાશે કે, રાજકોટ શહેર અને જીલ્લાની કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ઓક્સિજન વગરના કેટલા બેડ ઓક્સિજન યુક્ત સુવિધાવાળા તેમજ કેટલા ICU વેન્ટિલેટરની સુવિધા ધરાવતા બેડ ઉપ્લ્ભ છે.

રાજકોટ શહેરમાં કેટલાક યુવાનોએ ટ્વિટરના માધ્યમથી હેશ ટેગ #RAJKOTNEEDSBEDPORTAL અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન દ્વારા યુવાનો ટ્વિટરના માધ્યમથી રાજકોટ કલેકટર રેમ્યા મોહન, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, વડોદરાના પોલીસ કમિશનર સિંઘ સહિતના લોકોને ટેગ કરે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો સાથે સંયુક્ત રીતે કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની સુચના સરકાર દ્વારા આપવામાં આવી છે. જેથી કરીને સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ત્યાંજ સારવાર આપવામાં આવે. પરંતુ હાલ પરિસ્થિતિ અંતી ગંભીર છે, અને દર્દીઓ ક્રિટીકલ કંડીશનમાં હોવાથી રાજકોટની હોસ્પિટલોમાં સારવાર માટે આવી રહ્યા છે. જેથી હોસ્પિટલો ઉપર ભારણ વધુ હોવાનું કલેક્ટર દ્વારા જણાવામાં આવ્યું હતું.

થોડા સમય પહેલા શહેરમાં કોરોનાના કેસમાં ભયંકર રીતે ઉછાળો આવ્યો હતો. અને લોકોને બેડ મળવા મુશ્કેલ થઈ પડ્યા હતા. જેથીને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલના ટ્રોમા કેર સેન્ટર, સમરસ હોસ્ટેલ, સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ, સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ વધારવાની સુચના આપી દેવામાં આવી હતી. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પોતાના હસ્તક રહેલી હોસ્પિટલોમાં 500થી વધુ બેડ વધારાયા હતા. તેમ છતા પણ પરિસ્થિતિ વણસી જતા ચૌધરી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ઓક્સિજનની સુવિધા સાથે 200 બેડ નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ કોઈ કારણો સર ત્યાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી નહી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 50 બેડ ઓક્સિજન સાથે શરૂ કરવામાં આવ્યા હતા. હાલ રાજકોટમાં રિકવરીનો રેટ વધવા ઉપર છે. પોઝીટીવ દર્દીઓની સામે ડી-સ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધી હોવાથી હાલ બેડ ખાલી છે. રાજકોટ શહેરમાં હાલ 1487 જેટલા બેડ ઓક્સિજન વાળા ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવ્યું છે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.