નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવી બે દિવસમાં હટાવાયું
દામનગર નગરપાલીકા દ્વારા મુખ્ય બજાર માટે બે વખત જાહેર સૌચાલયનું નિર્માણ કરી જાતે જ કેમ દૂર કરાય રહી છે? જૂની શાક માર્કેટીંગથી સરદાર ચોક સુધીમાં એક પણ જાહેર સૌચાલય ન હોવાથી પાલીકા તંત્ર એ જુના કચેરી કમ્પાઉન્ડમાં તાજેતરમાં બે વખત શૌચાલય નિર્માણ કરી એકાએક પાલીકા તંત્ર દ્વારા બે દિવસના ટુંકાગાળામાં નવા બંધાયેલ જાહેર સૌચાલય દૂર કરાતા સ્થાનીક વેપારી મંડળમાં રોષની જવાળા ઉઠી છે. ત્યારે પાલીકા તંત્ર કાયદેસર રીતે વેપારીઓ સાથે રમત રમી રહી હોય તેમ જુના કચેરી કમ્પાઉન્ડમાં બે વખત સૌચાલય નિર્માણ કરી શરૂ થાય તે પહેલા જ દુરસ્ત કરી રહી છે.
વેપારીઓની અનેક વખત લેખીત માંગ છતા જાહેર શૌચાલયની જગ્યા વેપારીઓ બતાવે તેવો હઠાગ્રહ શા માટે ? શહેરની મુખ્ય બજારમાં સુવિધા આપવાના બદલે છિનવી લેતુ પાલીકા તંત્ર.