- કોર્પોરેશનની કામગીરી સમીક્ષા કરાય: પેન્ડીંગ ફરિયાદો અને રજૂઆતોનો તાત્કાલિક નિકાલ કરવામાં સૂચના આપતા પદાધિકારીઓ
શહેરમાં પડેલા ભારે વરસાદની પરિસ્થિતિ દરમ્યાન શહેરીજનો દ્વારા ટેલિફોનિક તથા અન્ય માધ્યમથી પોતાના વિસ્તારમાં વરસાદી પાણી જમા થવા, મેઈન રોડ પર વરસાદી પાણી જમા થવા, ડ્રેનેજ લાઈન ઓવરફલો, ડ્રેનેજ લાઈન ચોક અપ, વૃક્ષ પડવા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ બંધ, દવા છંટકાવ કરવા, ફોગીંગ કરવા, આરોગ્ય કેન્દ્ર સંબંધિ તથા રાજકોટ મહાનગરપાલિકા તંત્રની અન્ય મદદ માટે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં, ક્ધટ્રોલ રૂમમાં, વોર્ડ ઓફિસ ખાતે ફરિયાદ નોધાવવામાં આવી હતી.
રાજ્ય સરકારની ભારે વરસાદની પરિસ્થિતિ અંગે વખતો વખતની સુચના મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જેમાં રાજકોટ પદાધિકારીઓ, કમિશનર, વોર્ડ કોર્પોરેટરો તથા ઝોનના નાયબ કમિશનરના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ વોર્ડના એન્જીનીયરો, સોલિડ વેસ્ટ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ, ગાર્ડન શાખાના અધિકારીઓ-કર્મચારીઓ, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ, મેનેજરો, વોર્ડ ઓફિસરો, સેનેટરી ઇન્સ્પેકટરો, રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સતત ખડેપગે રહી કામગીરી કરી, શહેરીજનો દ્વારા કરવામાં આવેલ મોટા ભાગની ફરિયાદો, રજૂઆતોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ હતો. રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ હાલમાં પણ પેન્ડીંગ રહેલ ફરિયાદો અને રજૂઆતો પરત્વે કામગીરી કરવામાં આવી રહી છે. પેન્ડીંગ રહેલ ફરિયાદો અને રજૂઆતો સત્વરે નિકાલ થાય તે હેતુસર કામગીરીની સમીક્ષા માટે આજે વિધાનસભા મતવિસ્તારના વોર્ડ મુજબ અલગ અલગ 4 મિટીંગ પદાધિકારી મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા તથા લગત વોર્ડના કોર્પોરેટરો, આ મિટિંગમાં ઝોન/વોર્ડ મુજબ નાયબ કમિશનર, સિટી એન્જીનીયરઓ, પર્યાવરણ ઇજનેર, વોર્ડ એન્જીનીયરશ્રીઓ, નાયબ પર્યાવરણ ઇજનેર, આરોગ્ય અધિકારીશ, ડાયરેક્ટર (પાર્કસ ગાર્ડન), ફાયર ઓફિસર, નાયબ આરોગ્ય અધિકારીઓ, વોર્ડ ઓફિસરઓ, દબાણ હટાવ અધિકારી, સેનેટરી ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
- વિધાનસભા 68મા સમાવિષ્ટ વોર્ડ નં.4,5,6,15 અને 16મિટીંગ સમય: સવારે 11 કલાકે યોજાઇ હતી. જયારે વિધાનસભા 70મા સમાવિષ્ટ વોર્ડ નં.7,13,14 અને17 મિટીંગ બપોરે 12 કલાકે યોજાઇ હતી.
- વિધાનસભા 69મા સમાવિષ્ટ વોર્ડ નં.1,2,3,8,9 અને 10 મિટીંગ સાંજે 5:00 કલાકે યોજાશે.
- વિધાનસભા 71મા સમાવિષ્ટ વોર્ડ નં.11,12 અને 18 માં મિટીંગ સાંજે 6:00 કલાકે યોજાશે.
સમીક્ષા મિટીંગમાં શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમ્યાન શહેરીજનો દ્વારા ટેલિફોનિક તથા અન્ય માધ્યમથી પોતાના વિસ્તારમાં વરસાદી પાણી જમા થવા, ભારે વરસાદ બાદ સેલરમાં ભરાયેલ પાણી પંપીંગ કરી ડ્રેનેજમાં નિકાલ કરતા રસ્તા પર જે ગંદા પાણી વહેવા અંગેની ફરિયાદોને તાત્કાલિક નિકાલ કરાવવો, મેઈન રોડ પર વરસાદી પાણી જમા થવા, ડ્રેનેજ લાઈન ઓવરફલો, ડ્રેનેજ લાઈન ચોક અપ, વૃક્ષ પડવા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ બંધ, દવા છંટકાવ કરવા, ફોગીંગ કરવા, આરોગ્ય કેન્દ્ર સંબંધિ તથા રાજકોટ મહાનગરપાલિકા તંત્રની અન્ય મદદ માટે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં, ક્ધટ્રોલ રૂમમાં, વોર્ડ ઓફિસ ખાતે ફરિયાદ નોધાવવામાં આવેલ હતી જે પૈકી હાલમાં, પેન્ડીંગ રહેલ ફરિયાદો અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી જેમાં, વિસ્તારમાં પડેલ ખાડામાં પેચવર્કની કામગીરી કરવી, પેચવર્કમાં નવીન પધ્ધતિ માઈક્રો કોંક્રીટથી કરવા સુચના આપી, સ્ટ્રીટ લાઈટ સબંધી ફરિયાદો અંગે પી.જી.વી.સી.એલ. સાથે સંકલન કરી ફરિયાદોનો નિકાલ કરવો, પાણી વિતરણની સમીક્ષા, સ્ક્રીન ચેમ્બર સફાઈ, ન્યુસન્સ પોઈન્ટની સફાઈ, વોકળા સફાઈ, વોર્ડ વાઈઝ આરોગ્યલક્ષી કેમ્પ યોજવા, વિસ્તારમાં સર્વેલન્સ કરી દવા વિતરણ કરવું, લોહીના નમુના લેવા, ઓ.આર.એસ.પેકેટનું વિતરણ, અલગ અલગ શાખાની કામગીરી વચ્ચે સંકલન કરવું, વિસ્તારમાં ઇન્ડોર તથા આઉટડોર ફોગીંગ કામગીરી સઘન કરવી, પાણીના નમુના લેવા, ક્લોરીન ટેબ્લેટ વિતરણ તથા દવા છંટકાવ કરવો, પેન્ડીંગ ફરિયાદોનો કાયમી ધોરણે ઉકેલ આવે તે અંગે ટૂંકાગાળાના તેમજ લાંબાગાળાના આયોજન કરવા સુચના આપવામાં આવી, પેન્ડીંગ ફરિયાદો અંગે ભવિષ્યનું આગોતરું આયોજન કરવા સુચના આપવામાં આવી, લોક દરબારમાં પેન્ડીંગ રહેલ રજુઆતો, ફરિયાદો, પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા પણ સુચના આપવામાં આવી. આ તમામ કામગીરીનું વખતો વખત રીપોર્ટીંગ કરવું તેમજ આ કામગીરી દિવસ-8માં પૂર્ણ કરવા સુચના આપવામાં આવી. વોર્ડ એન્જીનિયર સહિતના અધિકારી તેમના તાબા હસ્તકના કર્મચારી સતત ફિલ્ડ સુપરવિઝન કરીને કામગીરીનું ફોલો અપ કરતા રહે અને જરૂર હોય ત્યાં સ્થાનિક કોર્પોરેટર સાથે સંકલન કરી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે અને નાગરિકોને કોઈ હાલાકી ન રહે એવી વ્યવસ્થા માટે કાર્યરત રહેવા સુચના આપવામાં આવી.
68-વિધાનસભા મત વિસ્તારના વોર્ડની કામગીરી સમીક્ષા મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા તથા વોર્ડના કોર્પોરેટર માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, રૂચિતાબેન જોશી, કંચનબેન સિધ્ધપુરા, નરેન્દ્રભાઈ ડવ, ઇસ્ટ ઝોનના નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે, સિટી એન્જીનિયર પી.ડી.અઢીયા, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાંઝા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, ફાયર ઓફિસર, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા, વોર્ડ નં.4,5,6,15,16ના વોર્ડ એન્જીનિયર, વોર્ડ ઓફિસર તથા સેનેટરી ઇન્સ્પેકટર હાજર રહેલ હતા.
70-વિધાનસભા મત વિસ્તારના વોર્ડની કામગીરી સમીક્ષા મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા તથા વોર્ડના કોર્પોરેટર આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, દેવાંગભાઈ માંકડ, વિનુભાઈ ઘવા, કીર્તીબા રાણા, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, જયાબેન ડાંગર, ભારતીબેન મકવાણા, સેન્ટ્રલ ઝોનના નાયબ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જીનિયર અતુલ રાવલ, પી.ડી.અઢીયા, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાંઝા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, ફાયર ઓફિસરશ્રી, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા, સિટી એન્જીનિયર બી.ડી.જીવાણી, વોર્ડ નં.7,13,14,17ના વોર્ડ એન્જીનિયર, વોર્ડ ઓફિસર તથા સેનેટરી ઇન્સ્પેકટર હાજર રહેલ હતા.
બપોર બાદ વિધાનસભા 69મા સમાવિષ્ટ વોર્ડ નં.1,2,3,8,9,10ની કામગીરી સમીક્ષા મિટીંગ સાંજે 05:00 કલાકે અને વિધાનસભા 71મા સમાવિષ્ટ વોર્ડ નં.11,12,18ની સાંજે 06:00 કલાકે રાખવામાં આવેલ છે.