- અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો
- RMC અને માર્ગ મકાન વિભાગ દ્વારા ખરાઈ કર્યા વિના જ અપાયું હતું લાયસન્સ
રાજકોટ ન્યૂઝ : રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યુ છે. ટીઆરપી ગેમ ઝોનને કાયમી સ્ટ્રકચર ગણીને કાર્યવાહી કરાશે. જાણો હાઈકોર્ટમાં સરકારે કરેલ સોગંદનામાના મુખ્ય મુદ્દાઓ.
- ગૃહ વિભાગનાં જોઇન્ટ સેક્રેટરી એ વિગતવાર એફિડેવિટ કોર્ટમાં રજૂ કર્યું
- TRP ગેમ ઝોનમાં આગ બાદ એક્શન ટેકન રિપોર્ટ રાજ્ય સરકારે કોર્ટમાં કર્યો રજૂ
- આગ દુર્ઘટનામાં 27 મોત થયા હોવાની જાણ કોર્ટને કરાઈ
- ઘટના સંદર્ભે 05:43 કોલ મળ્યા બાદ 5:48 એ કામગીરી શરૂ કરી દીધી હોવાનો સરકારનો દાવો
- 70-80 સ્ટાફ ઉપરાંત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઘરના સ્થળે મોકલ્યા હોવાની સરકારની રજૂઆત
- શરૂઆતમાં એમ લાગતું હતું કે 28 મૃતદેહો મળ્યા છે પરંતુ DNA ટેસ્ટ બાદ 27 નાં મોતની જાણકારી મળી: સરકાર
- ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાતે ગયા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ
- સરકારે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક SIT નું ગઠન કર્યું અને 72 કલાકમાં રિપોર્ટ મંગાવ્યો
- દુર્ઘટનામાં મૃતકોને રાજ્ય અને કેન્દ્ર સરકારે વળતર ચૂકવ્યા હોવાની જાણ પણ કોર્ટના રેકોર્ડ પર મુકાઈ
- ઘટનામાં નોંધાયેલ ફરિયાદ બાદથી અશોક સિંહ જાડેજા હજુ પકડથી દૂર, લુક આઉટ નોટિસ જાહેર, જ્યારે એક આરોપીનું દુર્ઘટનામાં મોત
- રાજ્ય સરકારે ઘટના બાદ તમામ જગ્યાઓ પર કડક કામગીરી માટેની સૂચના આપી
- DM, મ્યુ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને રાજ્ય સરકારે આપી સૂચના
- ટેમ્પરરી સ્ટ્રક્ચર અને કાયમી સ્ટ્રક્ચરના વિવાદ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કબૂલાત
- ગેમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણવામાં આવશે, અને તે મુજબ જ કાર્યવાહી થશે: રાજ્ય સરકાર
- રાજ્ય સરકારે સોગંદનામાં સ્વીકાર્યું કે આ ગેમ ઝોન અને તેના ડેવલપમેન્ટ માટે કોઈ જ મંજૂરી લેવામાં આવી ન હતી.
- આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે