રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીમાં માકર્સવાદી પાર્ટીના વિજય બનાવવાનું લક્ષ્ય
ભારતનો સામ્યવાદી પક્ષ (માર્કસવાદી)નું ૨૨મું રાષ્ટ્રીય અધિવેશન તા.૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન હૈદરાબાદ ખાતે મળવાનું છે. જે સંદર્ભે ગુજરાત રાજય અધિવેશન તા.૨૪-૨૫ માર્ચે મળ્યું હતું. આ અધિવેશનમાં સીપીઆઈએમના મહામંત્રી સીતારામ યેચુરી અને કિશાન સભાના ઓલ ઈન્ડિયા પ્રમુખ ડો.અશોક ઘાવલે રાજકોટના યાજ્ઞિક રોડ પર રવિવારે પત્રકાર પરિષદને સંબોધી હતી.
સી.પી.આઈ.(એમ.)ના રાષ્ટ્રીય મહામંત્રી સીતારામ યેચુરીની યોજાયેલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર નીરવ મોદી, લલીત મોદી, વિજય માલ્યા જેવા કૌભાંડોથી ઘેરાયેલી છે. ૨૦૧૪ની ચૂંટણી સમયે ૨ કરોડ યુવાનોને રોજગાર પુરુ પાડવાનું, મોંઘવાર નાથવાનું, ખેડૂતોને પડતરના દોઢા ભાવો આપવા, વિદેશોમાંથી કાળુ નાણું લાવી દરેકના ખાતામાં ૧૫ લાખ જમા કરવાના સહિતના વચનોનું કોઈ પાલન થયેલ નથી. માત્ર ચુંટણી વચનો જ હતા અને હવે ૨૦૧૯ની ચૂંટણી માટે નવા હુમલાઓની લહાણી શરૂ કરેલ છે. પરંતુ જનતા ત્રસ્ત છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશની પેટા ચૂંટણીએ તે સાબિત કરી આપેલ છે. સી.પી.આઈ (એમ ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ પરાજીત થાય તે લક્ષ્ય રાખેલ છે. સાંપ્રદાયિક કોમવાદી પરિબળોનો પરાજય થાય તે દેશ હીતમાં જરૂરી છે.
સી.પી.આઈ. (એમ)નું ૨૨મું ગુજરાત રાજય અધિવેશન તા.૨૪-૨૫ માર્ચ રાજકોટ ખાતે મળ્યું હતું. જેના માર્ગદર્શન માટે કોમરેડ સીતારામ યેચુરી તથા કોમરેડ ઓફ ધાવલે રાજકોટમાં પધાર્યા હતા તથા તેઓની વિશાળ જાહેરસભા અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે યોજાઈ હતી. જેમાં, ખેડુતોની ટેકાના ભાવ અને સિંચાઈના પાણી અંગે તથા શાળા કોલેજના ફી વધારા સામે જબ્બર આંદોલનની હાંકલ કરતો ઠરાવ પસાર કરાયો હતો. તે જાહેરસભામાં સ્વાગત પ્રવચન ખેડુત આગેવાન ડાયાભાઈ ગજેરાએ તથા આભારવિધિ મઝદુર આગેવાન રામચંદ્રને કરેલ હતી.
ગુજરાતમાં તમામ બિન સાંપ્રદાયિક પરિબળોને એક મંચ ઉપર લાવવાના પ્રયત્નો પણ સી.પી.એમ. કરશે. રાજકોટ શહેરમાં સીપીએમનાં રાજય અધિવેશન આજે ચાલુ હોવા છતાં, રાજકોટ પોલીસ દ્વારા રાજકોટ સમગ્ર શહેરમાં લગાડવામાં આવેલ બેનરો ઝંડાઓ તથા પોસ્ટરો તોડી પાડવામાં આવેલ તેને લોકશાહીના ખુન સમાન હોઈને મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરાશે તથા જિલ્લા કલેકટર, પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ અપાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,