ઋષિ મહેતા
મોરબીમાં ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં માટે સીટની રચના કરાશે. જીલ્લાના તમામ ધારાસભ્યોની મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને કરેલ રજૂઆત ફળી. ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં માટે એસઆઇટીની રચના કરવામાં આવશે.
મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા જણાવ્યું હતું કે મોરબીમાં ચાલતા ઉદ્યોગોમાં સ્થાનિક રાજ્યમાં તેમજ બહારના રાજ્યોમાં જે માલ મોકલાવવામાં આવે છે તેના બિલના રૂપિયા અમુક લેભાગુ તત્વો આપતા નથી આથી મોરબીના ઉદ્યોગકારોના આવા ફસાયેલા નાણાં કઢાવવા માટે ઉદ્યોગકારોના આ પ્રશ્નોની મોરબી જીલ્લાના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ તેમજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા તેઓએ આ ઉદ્યોગકારોના ફસાયેલા આશરે રૂ.૧૦,૦૦૦કરોડ કઢાવવા માટે એસઆઈટી ની રચના કરી એક અલગ પોલીસ સ્ટેશન આપવામાં આવશે.
વધુમાં મોરબીમાં બનેલા નવા બસ સ્ટેન્ડના લોકાર્પણ માટે બે દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે રીતે નાળિયેર ફોડીને લોકો માટે નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મુકવા માટે જે રીતે રાજકીય સ્ટન્ટ કરવામાં આવ્યો તેના માટે ધારાસભ્ય કાંતીભાઈએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર છે તો લોકાર્પણ અને સાથે સાથે લોકોના પ્રશ્નો માટે ભાજપ સરકારજ બધું કરશે.