સીઝન્સ સ્કવેર ચેરી.ટ્રસ્ટના અનોખી યોજના: નિશ્ચિત ફોર્મ ભરી જરુરતમંદ મહિલાઓ લાભ લઇ શકશે: સેવાભાવીઓ ‘અબતક’ના આંગણે
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. દિવ્યાંગ બાળકોથી માંડી સીનીયર સિટીઝન અને દર્દીઓ માટે ઘણી બધી પ્રવૃતિઓ ચાલે છે. હવે બહેનો માટે એક વિશિષ્ટ યોજના શરુ કરવામાં આવી રહી છે. જેનું નામ છે પ્રિયદશીની ઉત્કર્ષ યોજના. પ્રિયદર્શીની ઉત્કર્ષ યોજના તળે મહીલાઓ સ્વાવલંબી બને એ માટે ઉપયોગમાં આવી શકે તેવા સાધનોની સહાય આપવામાં શરુ કરવામાં આવ્યું છે.
આ યોજના તળે રૂ ૨૦ હજારની મહત્તમ મર્યાદામાં નાની મોટી મશીનરી અને રોજગારી સર્જી શકાય તેવા સાધનો આપવામાં આવશે. મહિલાઓ ગૃહ ઉઘોગ થકી રોજગારી મેળવે અને આર્થિક રીતે સ્વાવલંબી બને એ હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ માટે ટ્રસ્ટ ખાતે જઇને નિશ્ચિત ફોર્મમાં મહિલાએ એની વિગત આપવાની રહેશે.
યોજનામાં સિવણના સંચાથી માંડીને ઘેર બેઠા સાબુ બનાવવા કે ચરખા દ્વારા કાપડ વણાટ, નમકીન બનાવવાથી માંડીને ગૃહ ઉઘોગ માટે સાધન સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે ટ્રસ્ટની ઓફીસ સીઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ સિઝન્સ સ્કવેર મોલ, અમીન માર્ગ, રાજકોટ ખાતે સંપર્ક સાધી શકાય છે.
ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારના સંતાનો માટે શિક્ષણની સહાય પણ શરુ કરવામાં આવી છે. આ માટે પણ ટ્રસ્ટની ઓફીસનો સંપર્ક કરી શકાય મો.નં. ૯૬૩૮૪ ૦૧૬૮૧ ઉપર પુછપરછ કરી શકાશે.
પ્રિયદર્શિની ઉત્કર્ષ યોજનાનો બહોળી સંખ્યામાં જરુરત મંદ મહીલાઓ લાભ લે તે માટે અલ્કાબેન વોરા (મેનેજીગ ટ્રસ્ટ સીઝન્સ સ્કેવેર ચેરીટેબલ ટ્રસ્ટ), ભરતભાઇ દુદકીયા (પ્રમુખ), અજયભાઇ વસંત (ડાયરેટક), નીલયભાઇ ઉપાઘ્યા, રીમાબેન મહેતા, મીરાબેન દુદકીયા, કોમલબેન કામદાર અને હર્ષાબેન રાઠોડે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.