મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સતાવાર જાહેરાત
આગામી બુધવારે “ભાઇબીજ” નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસમાં માત્ર મહિલાઓ-સ્ત્રીઓ મફતમાં મુસાફરી કરી શકાશે.જ્યારે ભાઇઓ-પુરૂષ મુસાફરોએ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.
મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા મ્યુનિ.. કમિશનર અમિત અરોરા તરફથી જાહેરાત કરવામાં આવેલ છે. તેમજ બહોળી સંખ્યામાં મહિલા-સ્ત્રી મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.