શહેરમાં ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા પોલીસ દ્વારા અવાર નવાર નવતર કાર્યક્રમ આપી વાહન ચાલકોમાં ટ્રાફિક જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગઇકાલે રક્ષાબંધન નિમિતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને ટ્રાફિક બ્રાન્ચના એસીપી ચાવડા સહિતના સ્ટાફની ઉપસ્થિતીમાં જિલ્લા પંચાયત ચોક ખાતે બાઇક ચાલકોને અટકાવી તેની પાસેથી દંડ વસુલ કર્યા વિના તેની સુરક્ષા માટે ટ્રાફિક બ્રાન્ચની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને હેલ્મેટ પહેરવા અનુરોધ કર્યો હતો.


