એકરંગ મનોદિવ્યાંગ સંસ્થાની દિવ્યાંગ બહેનો દ્વારા રક્ષાબંધનના પર્વની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પે. બી.ટી. વાઢીયાની ઉ૫સ્થિતિમાં થોરાળા પોલીસ સ્ટેશનના સ્ટાફ ભાઇઓ-બહેનો ના હાથે રાખડી બાંધીને ઉત્સવની અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. માનવ સમુદાયની લોકરક્ષા કાજે પોલીસ ભાઇઓ કોઇપણ તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવી શકતા નથી. પોલીસ પણ સમાજના મિત્ર-ભાઇ બની સેવા ફરજ બજાવી રહ્યા છે. જે સઁદેશ સમાજ સુધી પહોંચે તેમજ જયારે સમાજના લોકો દરેક તહેવાર, પ્રસંગ શાંતિમય રીતે ઉજવી રહ્યા છે. ત્યારે પોલીસ ભાઇઓ પોતાની ફરજ નિષ્ઠાપુર્વક બજાવીને શાંતિ તથા સલામતિ માટે કાર્યરત હોય છે ત્યારે આપણા સૌની ફરજ બને કે આવા પ્રસંગે તેમને ના ભુલાય તેના અનુસંધાને એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ બહેનો દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન પર જઇને પોલીસ ઇન્સ્પેકટર વાઢીયા તથા સ્મસ્ત પોલીસ સ્ટાફ ભાઇઓ તથા સ્ટાફ બહેનોના હાથે રાખડી બાંધીને તેઓની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Trending
- ઉનાળામાં આ 5 ફેસ પેક સ્કિનને રાખશે ચમકદાર!!!
- વિવિધ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર એટલે ગુજરાત
- સુરત ફાયર વિભાગ વધુ આધુનિક બનશે
- અંજાર અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પ્રોહીબીશન મુદ્દામાલ કર્યો નાશ
- ધ્રાંગધ્રા: મુસ્લિમ સમાજનું નામ રોશન કરતી દીકરીઓનું સન્માન….
- શારીરિક અડપલાના ચકચારી કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો
- ઉમરગામ: તાલુકા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ….
- આઈપીએલનો એક- એક બોલ 2.4 કરોડના બ્રોડકાસ્ટિંગ રાઇટથી “વેંચાયો”