સૂર્યશકિત મહિલા ગ્રુપમાં બહેનો દ્વારા તલવાર રાસ રજૂ  કરાયો

માતાજીના નવલ નોરતા ચાલી રહ્યા છે ત્યારે એક ખમીરવંતી કોમ એવી કાઠી દરબાર ક્ષત્રિય સમાજની દરેક બહેનો માટે રાજકોટ કાઠી દરબાર સમાજની બોર્ડીંગ ખાતે સૂર્ય શક્તિ મહિલા ગ્રુપ દ્વારા એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી, બાબરા, જસદણ સહીત સમગ્ર ગુજરાત માંથી મહિલાઓ અહી પહોચ્યા હતા અને સૂર્ય શકિત મહિલા ગ્રુપ દ્વારા એક દિવસીય ગરબાના આયોજનમાં માતાઓ અને બહેનોએ મન મૂકીને ગરબા કર્યા હતા. પ્રોગ્રામની શરૂઆતમાં માતાની આરતી કરવામાં આવી હતી.
Screenshot 12 3

ત્યારબાદ ખાસ વિશેષ તલવાર રાસ રમાયો હતો અને માતા તથા બહેનોએ સાંસ્કૃતિક ગરબા કર્યા હતા અને ઉઉંના તાલે બહેનોએ રાસ ગરબાની રમજટ બોલાવી હતી સાથે જ સમાજના બધા જ અગ્રણી બહેનોએ હાજરી આપી હતી તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૂર્યશક્તિ મહિલા ગ્રુપના આયોજક બહેનોએ જણાવ્યું હતું કે અમારા સમાજની બહેનો  ત્યાગ, સાદગી અને ઓજલ સાથે જે રીતે રહે છે તેમને બહાર રાસ ગરબા અને આયોજનોમાં જવાનો ભાગ્યે જ પરવાનગી મળતી હોય છે તેથી આવી બહોનો પણ માન મર્યાદા અને મોભા સાથે રાસ ગરબા રમી શકે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું અને બધીજ બહેનોએ આ આયોજનમાં જોડાયેલ અને પધારેલ તમામ બહેનો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ આયોજન સફળ રહેતા બહેનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

Screenshot 11 4

રાજકોટના સૂર્ય શક્તિ મહિલા સંગઠન ગ્રુપના આયોજક બહેનો પ્રતિમાબા વાળા, લતાબા ચાવડા, ગીતાબા ચાવડા, ગીરાબા વાળા, પ્રેરણાબા વાળા, રેખુબા કરપડા, વંદનાબા કરપડા, મેઘાબા વાળાએ સમગ્ર આયોજનની જહેમત ઉઠાવી હતી અને સહભાગીમાં માણસુરભાઈ વાળા, સત્યેન્દ્રભાઈ ખાચર, દિગ્વિજયભાઈ ચાવડા, અને મિહિરભાઈ ચાવડા સત્યજીતભાઈ કરપડા સહીતના લોકો જોડાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.