જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ

મહિલાઓના ૬ જૂથને રૂ.૧ લાખની લોનના મંજૂરી પત્રો એનાયત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાર જન્મદિન નિમિતે ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઈ લોકાર્પણ વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જુનાગઢ મહાગરપાલિકા ધ્વારા શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા તથા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશનર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે મેયર  ગોહિલે  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ રાજ્ય સરકારની અનેકવિધ યોજનાનો લાભ બહેનોને મળી રહે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમજ જુનાગઢ મહાનગરપાલિકા ધ્વારા અર્બન લાઈવહુડ મિશન અંતર્ગત ૧૫ સ્વસહાય જૂથના ૧૫૦ બહેનોને રોજગારી આપવામાં આવેલ છે. આ ઉપરાંત સખીમંડળની બહેનો આત્મનિર્ભર બને તે માટે સરકારની અનેક યોજનાનો અમલ થઇ રહયો હોવાનું જણાવ્યું હતું.

ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા એ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત બહેનો સ્વાલંબી બને અને સરકારની અનેકવિધ યોજના જેમ કે સુક્ધયા સમૃધ્ધિ યોજના, વાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સ્વસહાય, સખી વન સ્ટોપ સેન્ટર, નારી અદાલત યોજના, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન વગેરે યોજનાઓનો વધુમાં વધુ બહેનો લાભ મેળવે તેવો અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ડે.મેયર હેમાંન્શુભાઈ પંડ્યા ,સ્થાય સમિતિ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, શાસકપક્ષ નેતા નટુભાઈ પાટોડીયા, શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, પ્રદેશ મહામંત્રી ચંદ્રેશભાઈ હેરમા, ડેપ્યુટી કમિશનર જે.એન.લીખીયા, આસી. કમિશનર જે.પી.વાજા, પ્રોજેક્ટ ઓફિસર નિશાબેન ધાધલ વગેરે ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.